________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૫
જ્ઞાની, જડ રસમાંથી આત્માના રસમાં આવવાના નિશ્ચય કરે છે. અભવ્યને જંડ સુખની શ્રદ્ધા થાય છે, પણ મેાક્ષ સુખની શ્રદ્ધા થતી નથી. બાહ્ય સુખ તે જડ રસ છે અને આત્મસુખ તે આત્મરસ છે. સમિતી મેાક્ષના સુખના અનુભવ કરી શકે પણ ખીજાતે અનુભવ કરાવી શકે નહીં. કૈવલજ્ઞાની પાતે મેાક્ષ સુખ વેદી શકે પણ અન્યાનેતે દશાની પ્રાપ્તિ વિના તેનાથી મેાક્ષ સુખ વેદાવી શકાય નહીં. શિવપુરવાસના સુખને કાઇ પણ્ પદાની ઉપમા આપીને સમજાવી શકાય નહીં. તે ઉપર દૃષ્ટાંત જણાવે છે. એક રાજા મહા અટવીમાં ઘેાડા પર બેસી જતાં ભૂલે પડ્યો, તેને અટવીમાં અત્યંત તૃષા લાગી. ત્યાં એક જંગલી મનુષ્ય આવ્યા. તેણે રાજાને પાંદડાના દઢિયામાં પાણી લાવીને પાયું. તેથી રાજાને અત્યંત આનંદ થયા અને જંગલી બિલ્લના જીવન રક્ષક તરીકે ઉપકાર માનવા લાગ્યા.પાછળથી રાજાનું સૈન્ય આવી પહોંચ્યું. રાજા, ભિન્નને સમજાવી પેાતાના નગરમાં તેડી ગયા, ત્યાં જંગલી બિલને અનેક પ્રકારનાં મિષ્ટાન્ન જમાડવામાં આવ્યાં અને અનેક પ્રકારના ભોગ વિલાસા કરાવવામાં આવ્યા. કેટલાંક વર્ષ વીત્યા બાદ રાજાની આજ્ઞા લેને જંગલી ભિન્ન પુનઃ મહા અટવીમાં આવ્યા અને તે સ્વજ્ઞાતિકુટુ અને ભેગા થયા. પેલા જંગલી બિહ્નો પૂછવા લાગ્યા કે તું ક્યાં ગયા હતા ? તેણે પેાતાનું સર્વ વૃત્તાંત જણાવ્યું–ભિલેાએ કહ્યું કે
For Private And Personal Use Only