________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
કરે છે. તેવા ધ્યાનીઓને અનંતજ્ઞાનાતિશય આદિ અતિશયો પ્રગટે છે અને તેઓ લેકાના પ્રકાશક બને છે અને તેઓ, વચનાતિશયથી ભવ્ય જીવને પ્રતિબંધ દેર મેક્ષગામી બનાવે છે. સર્વત્ર જડપદાર્થોમાં નિરાસક્ત નિરાશપણે વર્તવાની શક્તિ આવી કે આત્મામાં અપૂર્વ સતિષ અને સ્થિરતાને ભાસ થયા વિના રહેતો નથી. આત્મામાં આત્માના આનંદની ખુમારીની મગ્નતા આવતાં સંત મહાત્મા, બાહ્યાંતરમાં પ્રસન્ન આંખવાળો દેખાય છે, તેની આંખમાં આનંદની છટા પ્રગટે છે. મન વાણી કાયાની મમતા ત્યાગ થતાં શરીરની આહારાદિથી સેવા થતાં છતાં પણ અંતમાં નિર્ભય દશા પ્રગટે છે અને ખેદ, લાજ, દેષ તથા દુનિયાના શુભાશુભ અભિપ્રાય માં અનાસક્તિ પ્રગટે છે. જ્યારે આત્માની જ્યોતિ જાગે છે ત્યારે તે કાલમાં વિશ્વની સાથે એકબ્રહ્મભાવને અંતર્મ અનુભવ સાક્ષાત્કાર વેદાય છે અને સર્વજીની સાથે થએલ અનાદિકાલનાં વૈરઝેર, શમી જાય છે, દુનિયાના લેકે એવા સંત મહાત્માને અંતથી ન ઓળખી શકવાથી તેઓ ગમે તેવા તેના પ્રતિ શુભાશુભ અભિપ્રાય બાંધે તે પણ તેથી એવા આત્મજ્ઞાનીને બંધાવાનું થતું નથી. આત્માના શુદ્ધોપયોગની એક ક્ષણ પણ પ્રાપ્ત કરવી દુર્લભ છે તે જેઓ આત્માના શુદ્ધોપયોગમાં ઘણે કાલ રહે
For Private And Personal Use Only