________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૮) હેવાથી શાશ્વત મુક્તિ પામી શકતે નથી. અનંતકાળ આ જીવે નિગેદમાંથી ગાજે, ત્યાં પણ અજ્ઞાન હતું, અવ્યવહાર રાશિ નિગદમાંથી નીકળી. વ્યવહારરાશિમાં આવ્યું. પાંચ સ્થાવરમાં ઘણાકાળ સુધી પરિભ્રમણ કર્યું ત્યાંથી બેરેંદ્રિયમાં આવ્યો ત્યાંથી તેરેદ્રિય અને ત્યાંથી ચતુરિન્દ્રિયમાં આવ્યું ત્યાંથી પંચેંદ્રિયમાં આવ્યું, પંચંદ્રિયના પણ દેવતા, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારભેદ છે. એ ચારના પણ પ્રત્યેકના ઘણા ભેદ છે, ઇત્યાદિ અવતાર ગ્રહણ કર્યા, પણ અજ્ઞાનના વશથી આત્મા પિતાનું સ્વરૂપ સમજી શકે. નહીં, શ્રીવીતરાગ વચનની શ્રદ્ધા કરી નહીં. કુદેવ કુગુરૂ, કુધર્મને ધર્મ માનો, તેમાં વિશ્વાસ રાખે. ઇત્યાદિ સર્વ અજ્ઞાનનાં જ પરિણામ જાણવાં, અજ્ઞાન પણ ત્રણ ભેદે છે. મતિઅજ્ઞાન, બીજું શ્રતઅજ્ઞાન, અને ત્રીજું વિર્ભાગજ્ઞાન તેમાં પ્રથમના બે ભેદે હાલમાં આ પંચમઆરામાં વિશેષતઃ જેવામાં આવે છે. અજ્ઞાનથી જીવને અજીવ માનવામાં આવે છે, તેમજ અજ્ઞાનથી પુણ્યને પાપ માનવામાં આવે છે, અને પાપનાં કાર્યને પુણ્ય માનવામાં આવે છે. અજ્ઞાનથી આશ્રવને સંવર માનવામાં આવે છે, અને સંવરને આશ્રવ માનવામાં આવે છે, તેમજ અજ્ઞાનથી બંધને મુકિત માનવામાં આવે છે, અને મુક્તિને બંધમાનવામાં આવે છે. અજ્ઞાનથી જુગલદ્રવ્યને જીવરૂપે માનવામાં આવે છે, અને
For Private And Personal Use Only