________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) થયા કરે છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે
हुँ एनो ए माहरो, ६ हुँ एणीबुद्धि । चेतन जडता अनुभवे, न विमासे शुद्धि ।
- બાતમત વિવા. / હું આને અને એ મારૂ, એવી બુદ્ધિથી ચેતન જડતા એટલે બહિરામપદ અનુભવે છે. અને તેવી બહિરાભ બુદ્ધિથી આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવી શકતો નથી. માટે આત્મતત્ત્વની વિચારણા કરવી કે જેથી પરમાં થતી અહંવૃત્તિ ટળે. અહંવૃત્તિથી જ સંસારમાં પરિભ્રમણ થયા કરે છે; આશા ટળે તે કંઈ બાકી રહેતું નથી; અર્થાત્ આશાના નાશથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. જેમ વડના બીજથી, મેટું વૃક્ષ બને છે, તેમ એક નાનીસરખી આશાથી પણ મોટું દુખવૃક્ષ ઉત્પન્ન થાય છે. આશાને નાશ કંઈ એકદમ થતો નથી. જ્ઞાની સગુરૂ મુનિરાજની સેવના, ભેદજ્ઞાનની પ્રાપ્તિ, અને સંસારના ત્યાગથી આશારૂપ અંકુર નાશ પામે છે. આ આત્માને એ આશાથી ખરેખર દુઃખ થાય છે, એમ જે નિશ્ચય કર્યો હેત તે સંસારમાં પરિભ્રમણને સમય રહેત નહી. આશા એ ક્ષયરોગ સમાન છે. ક્ષયરોગથી એકવાર મરણ થાય છે, અને આશારૂપ ક્ષયગથી તે વારંવાર જન્મ મરણ થાય છે. ક્ષયરેગથી તમારા હૃદયમાં જેટલી બીક તેટલી જે આશારૂપ ક્ષયરોગથી બીક હોત, તે પરાધીન અવસ્થા ભેગવવી પડત નહીં. આપણે પિતેજ આશારૂપ
For Private And Personal Use Only