________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આશારૂપ દાસીના પુત્ર જગમાં દાસજ જાણવા. આ
જગ જાના નાશ શાથી લેશ માત્ર પણ સુખ મળતું નથી. આશાને નાશ થતાં, કશું અવશેષ રહેતું નથી. અહો ! આ જીવ આશાના યેગે અનેક પ્રકારના વિકલપ સંક૯પે કરે છે; તેમજ અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, પણ તેથી કંઈ સુખ થતું નથી. શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે –
ગારા માર માસન ઘરધમ, નાગાપ નાવે ! आनंदघन चेतनमय मूरति, नाथ निरंजन पावे ।।
ઈત્યાદિ–અનાદિકાળથી મેહના વશથી આ જીવ પરપુગલ વસ્તુમાં સુખની આશા રાખે છે, તેનું કારણ અજ્ઞાન છે, જે આત્મજ્ઞાન થાય, તો પરવસ્તુમાં અહંપણું જીવ શા માટે ધારણ કરે? જે પુગલ વસ્તુઓ એક ક્ષણમાં અન્ય રૂપ ધારણ કરે છે, તેવી જડ વસ્તુઓમાં જીવ પિતાપણું ક૯પે નહીં. જે વસ્તુઓની આશા રાખવામાં આવે છે, તે વસ્તુઓ સર્વ પ્રાપ્ત થાય એ કાંઈ નિયમ નથી. તેમ તે વસ્તુઓથી સુખ પણ થતું નથી, એમ અનુભવથી જોવામાં આવે છે. આશારૂપ દાસીના પ્રેમથી ફસા એલ આ જીવે અનેક શરીર ધારણ કરી, અનેક સંકટો વેઠયાં, તે પણ હજી તેને કંઇ સુખ પ્રાપ્ત થયું નહીં. અને થનાર પણ નથી. માટે ભવ્યજીએ આશાથી દુર રહેવું. પાણી લેવાતાં કદી માખણ નીકળનાર નથી. તેમ
For Private And Personal Use Only