________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩)
નથી. અષ્ટપક્ષ, અને સાતનય, ચારનિક્ષેપાવડે, સમ્યુઆત્મસ્વરૂપ સર્વશે પરિપૂર્ણ, મુનિરાજ કે પિતાના ગુણને પિતાના સ્વરૂપમાં જોડનારા ચેગિ જાણે છે. ક્ષણ ભાવમાં પણ સમતા જો આવી જાય, તે આત્મા પોતાના રવરૂપને અનુભવ પ્રકાશ કરી શકે છે. જ્યારે આત્મા રાગદ્વેષ, માન, અપમાન, કીર્તિ, અપકીર્તિ, શત્રુ, મિત્ર, પ્રિય, અપ્રિય, તૃણ, મણિ, વંધક, નિંદક ઉપર સમભાવ ધારણ કરે છે. અને એક આત્માના શુદ્ધ સ્વરૂપમાંજ ઉપગ ભાવે એકાગ્ર ચિત્તથી વર્તે છે, ત્યારે સહજાનંદને અનુભવ કરી શકે છે. મમતામાં અંધ થયેલ પુરૂ કે જેનું ચિત્ત ચારે તરફ ફરતું છે, તેઓ પરમ પ્રભુસ્વરૂપ આત્માને અનુભવચક્ષુથી દેખી શકતા નથી. જ્યારે સ્વાભાવિક આત્મશક્તિની સ્કુર્ણ થાય, સદ્ગુરૂની ભક્તિ હૃદયમાં જાગૃત થાય, સગુરૂ ઉપાદિષ્ટ આત્મસ્વરૂપમાં ચિત્ત સ્થિરતાને પામી ધ્યાન કરે, અને આત્માના ગુણ પર્યાયનું જ્ઞાન ધ્યાન થાય ત્યારે કઈ ભવ્ય પુરૂષ લય યોગ વસ્વરૂપાવસ્થાનમય પ્રાપ્ત કરે છે. પુરાણ, વેદ અને ગીતાને અભ્યાસ કરતાં, મૂર્ખ સાપેક્ષ બુદ્ધિ વિને સમ્યમ્ અર્થ પામી શકતો નથી. અનેક પ્રકારની વનસ્પતિઓનું ચર્વણ કરનાર પશુ રસને આસ્વાદ પ્રાપ્ત કરતું નથી, તેમ વિચારશૂન્ય અને સાત નાના જ્ઞાનહીન પામર મનુષ્ય આત્મતત્ત્વ પ્રાપ્ત કરતા
For Private And Personal Use Only