________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ ) નાશ કરવા પ્રયત્ન કરો. કેધ માન, માયા અને લોભને પણ રાગ દ્વેષમાં સમાવેશ થાય છે. તેનું સ્વરૂપ શ્રી યશેવિજયજી ઉપાધ્યાકૃત અધ્યાત્મ મત પરીક્ષામાં સારી રીતે વર્ણવ્યું છે. વિભાગ દશાનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. વિભાગ દશામાં રમણતા કરવાથી, અશુદ્ધ કારકને કર્ત આત્મા અનાદિકાળથી થયો છે. તેથી જ પરવસ્તુમાં અહેંઅને મમત્વ અધ્યાસ બંધાય છે. માટે વિભાગદશા પણ અગ્રાહ્ય સમજી, તેને ત્યાગ કરવા પ્રયત્ન કરે. મિથ્યાત્વ અવિરતિ આદિ પણ અગ્રાહ્ય જાણી, ત્યાગ કરવા ગ્ય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગળ અને કાલ આ પંચદ્રવ્યથી આત્મદ્રવ્ય ભિન્ન ઉપાદેય છે. નવ તત્વમાં પણ અજીવ, પાપ, આશ્રવ અને બંધ તત્વત્યાગ કરવા લાયક છે. અને પુણ્ય વ્યવહારથી ગ્રાહ્ય છે, અને નિશ્ચયથી ત્યાગ કરવા લાયક છે, સંવર, મેક્ષ અને નિર્જરા તત્વ ઉપાદેય છે. વિવેકદ્રષ્ટિથી જોતાં શુદ્ધ આત્મ તત્ત્વ ઉપાસ્ય છે, તેની ઉપાસના કરવાથી આત્મા પરમાત્મા રૂપ થાય છે; આત્માના ગુણપયાયનું સ્મરણ ધ્યાન નિદિધ્યાન કરવું. આત્મા એજ પ્રભુ છે. ક્ષણે ક્ષણે આત્મસ્વરૂપ ઉપગોગથી મરવું. તે સંબંધી તાર્કીક ન્યાય વિશારદ શ્રી યશવિજયજી ઉપાધ્યાય ગાવે છે કે –
For Private And Personal Use Only