________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ત્વની ઉપાસના-સેવના-ભક્તિ કરી, તેજ તત્ત્વજ્ઞાની કહેવાય. આનંદઘનજી મહારાજે કહે છે કે – હે મુનિસુવ્રત સ્વામી આપ કૃપા કરો તો પરમાત્મ તત્ત્વ પામીએ, એકાંતનયવાદને પરિહાર કરી, અનેકાંતનયવાદ ગ્રહણ કરી, આમ સ્વરૂપાલંબન કરવું ! શબ્દબ્રહ્મ અને, પરબ્રહ્મ એ બે બ્રહ્મનું સ્વરૂપ ગુરૂગમથી અવધારવું. અનુભવજ્ઞાનમાં ગુરૂગમ વિના પ્રવેશ થતો નથી. સગુરૂ મુનિરાજની ઉપાસના કરવી, તેમને વિનય કરે. તેમની વૈયાવચ્ચ કરવી. ગુરૂની આજ્ઞા મન વચન અને કાયાએ કરી પાળવી. સદ્ગુરૂ મુનિ રાજને આડારાદિક વહોરાવવાં. ગુરૂ ગામની નજીક આવ્યા હોય, તે વાજતે ગાજતે તેડી લાવવા. ગુરૂરાજ અન્યત્ર વિહાર કરે, ત્યારે પોતાની શક્તિ મુજબ પહોંચાડવા જવું. ગુરૂ ઉભા હોય તે બેસવું નહીં, બેઠા હોય તો શયન કરવું નહીં. ગુરૂ ઉભા થાય તે સર્વ શિષ્યોએ ઉભા થવું. ગુરૂશ્રી વહોરવા આવ્યા હોય, તે સર્વ કાર્ય પડતાં મૂકી સામે જવું. ગુરૂની પાછળ ગુરૂના ગુણ ગાવા; તથા સર્વ લોકોની આગળ ગુરૂની સ્તુતિ કરવી, ગુરૂનું બહુમાન કરવું, કઈ ગુરુરાજના અવર્ણવાદ બોલતો હોય, તે તેને અટકાવી, નિરૂત્તર કરે. ગુરૂરાજની નિંદા શ્રવણ કરવી નહીં. ગુરૂને ત્રણ પ્રદક્ષિણ તથા ત્રણ ખમાસમણ દઈને શાતા પુછવી. પશ્ચાતું ખમાસમણ દઈને અભુઠ્ઠિઓ અભિંતર ખામવું.
For Private And Personal Use Only