________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૮૧
અગમ્ય અભક્ષ્ય અપેય વિગેરે અશુદ્ધ આહારદિને ત્યાગ કરવો જોઈએ. તે જેને આત્મ સ્વરૂપ દેખવા જાણવા ની ઈચ્છા હોય, તે માટે પ્રયત્ન કરતા હોય તેવા મહાનુભાવને આહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ અને આચરણ શુદ્ધિની વધારે જરૂર છે. ભગવાન હેમચંદ્રસૂરીશ્વર દેવ જણાવે છે કે
मद्यं मांसं नवनीतं मधृदुम्बरं पञ्चकम्, अनन्तकायमज्ञातफलं रात्रौ च भोजनम् ।।१।।
____ आमगोरस सपृक्त द्विदलं पुष्पितौदनम्, दध्यहर्द्वि तयातीतं, कुथितानं च वर्जयेत् ।।२।।
અર્થ–મ બે પ્રકારનું છે. એક વૃક્ષના પુપમાંથી મહુડા વિગેરે તથા અનાજના લોટ વિગેરેને કેહડાવીને ઉકાળીને બનાવાતું એમ બન્ને ઘેન કરનારા હોવાથી ત્યાજ્ય છે. તેમજ માંસ જલચર-માછલાં મગર તથા સ્થલચર–ગાય ભેંસ બકરા ઘંટા આદિ, ખેચર–મેર ચકલા કબુતર વિગેરેના માંસ ચરબી લેતી વિગેરેને આહાર આ માનવ માટે અવશ્ય ત્યાજય છે
તેમજ મધમાખીઓએ બનાવેલું ભમરીઓએ બનાવેલું કૌત્તિકા એ નામની અત્યન્ત નાની જાતની જીવ રાશી થાય છે. તે પણ મધ બનાવે છે. તેના મધને કુત્તી યુ મધ કહેવાય છે એમ ત્રણ પ્રકારના મધ થાય છે. તેમાં તે જીવોના મુખની લાળ હગાર કે મુત્ર પણ આવતા હોય છે. આથી મધને અભય તરીકે મહર્ષિઓએ જણાવ્યું છે.
For Private And Personal Use Only