________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
ગથી પ્રાપ્ત થાય છે. પણ તત્વથી વિચારતાં તે દુઃખ રૂપજ છે. જેમ લુખસ આદિ – રોગીઓને દવાઓના કડવા કષાયેલા ખાટા તીખા એવા અરૂચિકર ઉકાળાએ પાય છે. તે શું સરસ લાગે છે? નથી જ લાગતા તે પણ રોગને દુર કરવા લેવા પડે છે. પણ વસ્તુતઃ પ્રત્યક્ષ દુઃખ રૂપ જ છે. તેમ વિષય સુખને ઉપચારથી સુખરૂપ મહા સુખરૂપ કલ્પવામાં આવે છે તે માત્ર ઉપચારથી સુખ કહેવાય છે પણ વસ્તુતઃ તે સત્ય સુખરૂપ નથી જ. ઉપચારમાં વસ્તુતઃ સત્યતા એકાંતે નથી જ હતી, સાતા અને અસાતા વસ્તુતઃ કમરૂપે જ છે. અને તે વિષયભેગે આસક્તિથી થતા હોવાથી કમબંધમાં મૂલ કારણ ઉપાદાન કારણ થાય છે. બીજ રૂપે પરિણામ પામે છે. તેમ જ ભવ– સંસારની વૃદ્ધિ પરંપરાના મૂલ કારણ થાય છે. તેથી તે વિષચિમાં લેલીભૂત થયેલાને પરમાત્માએ ઉપદેશેલ ધર્મક્રિયા કરવા માટે અવકાશ પણ જરા મલતું નથી અને તેથી મહા પુણ્યાનુબંધિ પુણ્યગે શરીર કુલ વય આયુષ્ય નિરોગતા સદ્દગુરૂ સંગ શ્રવણની તત્પરતા વિગેરે સુંદર સર્વ સામગ્રી મળે છે તે જે વિષયમાં ઓતપ્રોત થવાય તે ધર્મના ચંગે મળેલી સર્વ સામગ્રીને સંગ આયુરક્ષય થતાં નિષ્કલ જાય. તેથી તમય ધમ આરાધના માટે પ્રાપ્ત કરાયેલા માનવ દેહને અન્ય ઉપયોગમાં લેવું ન જોઈએ તે ઉપર મમત્વ ન કર જોઈએ. તે પછી અન્યના દેહ ઉપર રાગ પ્રીતિ ડડાપણવંત એ પુરુષ કેમ કરે.? માટે મારો રાગપ્રેમ કેવલજ્ઞાન દર્શન ચારિત્રને પૂર્ણ પામેલા અરિહંત, સિદ્ધ પરમાત્માએ અને તે માર્ગમાં સતત પ્રવૃત્ત થયેલા પૂજ્ય
For Private And Personal Use Only