________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
દ્રવ્યથી દુઃખી આd જે રોગથી પીડાતા હોય તેને દુખથી મુક્ત કરવા દવા તથા દ્રવ્યદાન કરવું, ભયકારક ગુંડાથી બીક પામેલાને રક્ષણ આપવું તે પણ કરૂણ ભાવના કહેવાય છે અને ભાવથી દુઃખીઓ તથા દિને પ્રત્યે તેમનું અજ્ઞાન નષ્ટ થાય સમ્યગુજ્ઞાન દર્શનને પ્રાપ્ત થાય તેમજ વ્રત નિયમ શૌચતા પાળી શકે તેવી તેઓને સહાય કરવી તે ભાવ દયા સમજવી.
અશુભ આચરણમાં અત્યન્ત રકત હોય, ધમી પ્રત્યે દ્વેષ કરતા હોય મારણાંતિક ઉપસર્ગ કરનારા હોય તેવા અમિ આત્માઓ પ્રત્યે પણ અમત્રી ન કરવી પણ તે પ્રત્યે માધ્યસ્થ ભાવ-ઉપેક્ષા ભાવ ધર, શ્રી હેમચંદ્ર સૂરવિર જણાવે છે કે -
कुरकर्मसु निःशङ्क, देवतागुरुनिन्दिषु, आत्मशंसिषु यो. पेक्षो, तन्माध्यस्थमुदीरिम् ।। ४ ॥
અર્થ:- જે પાપત્મા અભક્ષ્યભક્ષક, અગમ્યગામી, અપેયનું પાન કરનારે, મુનિ ત્રાષિ સ્ત્રી બાલ બ્રણ ઘાતક હોય, અઢારે પાપમાં પ્રવૃત્ત હોય, જેનામાં પૂજ્ય અપૂજ્યનો વિવેક ન હોય, દેવગુરૂ ધર્મને નહિ માનનારો હોય, તેમજ પૂજ્ય ઉપર ખોટા આળ કલંક ચડાવીને ખાનગીમાં કે જાહેરમાં ભારે નિંદા કરનારે હય, પાપથી દુઃખ ભેગવવા નરક તિર્યંચમાં જન્મવું પડશે તેવા ભય વિનાને હાય, દેવગુરૂને ભયંકર ઉપસર્ગ, પરિશ્રમ, અને દુઃખ આપનારો હોય તેના પ્રત્યે ક્રોધ કે શાપ નહિ આપતાં માધ્યસ્થતા- ઉપેક્ષા ભાવને ધારણ કરે.
For Private And Personal Use Only