________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
અર્થ :-જ્યારે ચિત્તની વ્ય સ્થિરતા આવે ત્યારે જીવ આત્મદ્રષ્ટિવાળે થાય છે, તે અંતરદ્રષ્ટિના પ્રતાપ વા પ્રભાવ વડે કયું ધાર્યું કાર્ય કરવામાં બાકી રહે તેમ છે પરપા
વિવેચન - જ્યાં સુધી આત્મા ચંચલતાને ધારણ કરે ત્યાં લગી વસ્તુ સ્વરૂપને પામી શકતું નથી કહ્યું છે કે
"वत्स किं चञ्चलस्वान्ता, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि निधि स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥ १॥
હે વત્સ! તું ચિત્તની ચ ચલતા ધરે છે. ત્યાં લગી યથાર્થ સ્વરૂપને તું જાણું શકવાને નથી જ અને જેમ ચંચલ ચિત્ત વૃત્તિવાલા મૃગે રણમાં (મરૂભૂમિમાં પાણીની બ્રાંતિથી રખડી ને મરી જાય છે પણ તેની તૃષા શાંત થાય તેવું પાણી તેમના હાથમાં આવતું નથી. તેમ તું પણ બાહ્ય વિષમાં ચિત્ત વૃત્તિઓને સુખની આશા રાખીને દોડાવે છે. પણ તેથી સત્ય સુખનું સ્થાન તારા હાથમાં આવવાનું નથી પણ સ્થિરતા પૂર્વક આત્મ સ્વરૂપ કે જે પૂજ્ય ગુરુઓએ ઉપદેશ્ય છે. તેમાં સ્થિરતા પૂર્વક એકાગ્રભાવે સ્થિર થઈને વિચાર કરી આત્મધ્યાન કર ! તો તારી પાસે જે અંતરમાં પરમનિધાન સ્વરૂપ રન ત્રયી છે તેને પ્રત્યક્ષ કરી શકીશ. અંતરદષ્ટિને એ અપુર્વ પ્રભાવ છે કે તેની પાસે અન્ય બાહ્ય હથિયાર મંત્ર તંત્ર વિગેરે શક્તિ નકામી જાય છે. માટે બાહ્ય શક્તિ ઉપર વિશ્વાસ કરવા કરતાં આત્મસ્વરૂપની શક્તિ પ્રગટ કરવા ઉદ્યમવંત થવું. માટે સ્થિરતાથી અંતરભાવે આત્મસ્વરૂપનું ધ્યાન કર છે ૨૫
અંતરંગમાં સ્થિરતા લાવવા માટે તું સવ જગતના
For Private And Personal Use Only