________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અપૂર્વ કરણમાં જેમ બલવાન કઠીઆર કુહાડા વડે રાયણવૃક્ષની બહુ કઠણ ગાંઠને ભેદે છે. તેમ જીવ પણ અપુર્વ વીર્યના ફેરવવા વડે કર્મગાંઠને ભેદ કરીને અપુર્વકરણને સફલા કરે છે. ત્યાર પછી સમ્યકત્વ મેહનીય, મિશ્ર મેહનીય, મિથ્યાત્વ મોહનીય, તેજ અનંતાનુબંધી કષાયની ચોકડીને ખપાવીને જીવ સભ્યત્વ દર્શન એટલે આત્મસ્વરૂપના દર્શન શ્રદ્ધા પ્રાપ્ત કરે છે. આત્મા અસંખ્ય પ્રદેશમય જ્ઞાન, દર્શન ચારિત્ર ગુણ યુક્ત છે. તેમ અનુભવે છે.
जा गंठी ता पढमं गंठी समइच्छेओ भवे बीयं अनियहि करणं पुण सम्मत्त पुर क्खडे जीवे ॥१॥
ગાંઠ સુધી આવવું તેને યથાપ્રવૃત્તિકરણ કહે છે. અને જે ભાવનાથી મેડની ગાંઠ ભેદાય તે અપુર્વકરણ કહેવાય છે ત્યાર પછી સમ્યકત્વ સન્મુખ- આત્મસ્વરૂપની શ્રદ્ધામય દષ્ટિ જે પ્રગટ થવાના સમય સુધીને અનિવૃતિ કરણ કહેવાય છે. અને સમ્યગૂ દર્શન જે શુદ્ધ પરિણામની ધારાએ થાય છે. તેને અંતરાકરણ કહેવાય છે. તે સફ7 વડે અંતર દ્રષ્ટિ વિકસ્વર પામતી હોવાથી આત્મા પોતાના સ્વરૂપને અનંત જ્ઞાન દર્શન ચારિત્ર, વીય ઉપગ તપ વિગેરે સર્વગુણને મહોદધિ જાણે છે તેને પ્રગટ કરવા માટે જે આવરણ કર્મો છે. તેને ભેદવાને નિશ્ચય પણ આત્મદ્રષ્ટિના પ્રભાવથી કરે છે. ૨૪
આત્મા અંતર દ્રષ્ટિને કયારે પ્રાપ્ત કરે તે જણાવે છેचित्तं स्थिरं यदा स्वस्मिन् , तदाऽन्तदृष्टिभाग भवेत् ; सोऽन्तरदेष्टिप्रभावेन, कार्य किमवशिष्यते.
For Private And Personal Use Only