________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શને ગીતા
પછી તે કેવળ અનવર ભગતને વંદન કર્યા વિના કેવલીયર્ષદામાં બેઠા. ત્યારે શું પૂછ્યું કે “ ભગવંત આ ચાર મુનિઓ વંદન કર્યા વિના કેમ બેઠા. પ્રભુએ જણાવ્યું કે તે ચારે મુનિઓ કુર્માપુત્રના મુખથી પિતાને પૂર્વ ભવ સાંભળીને કેવલી થયા છે.
ઇંદ્ર પુછયું કે “તે કુપુત્ર કયારે દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કરશે.” ત્યારે પ્રભુએ જણાવ્યું કે “આજથી સાતમા દિવસે તે દ્રવ્ય ચારિત્ર સાધુવેષને ધારણ કરશે. તે માતાપિતાને પ્રતિબંધ કરીને કેશ લેચ કરશે. દ્રવ્ય ચારિત્રને લઈને દેએ રચેલા સુર્વણ કમળ પર બેસીને ધર્મદેશના વડે અનેક ભવ્યાત્માઓને પ્રતિબંધ કરીને મોક્ષ લક્ષમીને પામશે.” જઘન્યથી બે હાથની ઉંચાઈવાળા મેક્ષમાં જાય છે. અરે ઉત્કૃષ્ટથી પાંચશો ધનુષ્યની કાયાવાળા મેલમાં જાય છે.
હવે પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે આત્મ દૃષ્ટિનો અપૂર્વ પ્રભાવ આજે પણ દેખાય છે. – आत्मदृष्टिप्रभावेण, सदानन्दास्सुसंयताः अधुनाऽपि विलोक्यन्ते, बाह्यदृष्टिपराङ्मुखाः
અર્થ –આત્માની દૃષ્ટિના અપૂર્વ પ્રભાવથી સુસંયમી સદા આનંદને અનુભવ કરે છે. તેવા બાહ્ય દૃષ્ટિથી વિમુખ રહેલા મહાત્માએ આજે પણ જોવા મળે છે. ૨૩
વિવેચન-હે ભવ્યાત્માઓ ! આત્માના સ્વરૂપનું જેને ભાન થાય છે તે આત્માને આ ભવમાં પણ આધિ વ્યાધિ અને ઉપાધિ નથી રહેતી. આ આદૃષ્ટિને અપૂર્વ મહાન પ્રભાવ જોવાય છે. ક્ષપશમ ભાવે જેણે આત્માના દર્શન કર્યા છે. તેવા
For Private And Personal Use Only