________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
તેમ નથી, આપ આજ્ઞા આપે તે જ સારૂં.' ગુરૂ બહુ ખેદ પામ્યા, અને જણાવ્યું ભાઈ, તું પતન પામે છે. તે પણ ડાહ્યો હોય તે એટલે મનમાં નિશ્ચય કરજે કે ત્યાં તું મધ, માંસ અને અભને સંગ ન કરીશ! અને તું તેવા અભક્ષ્ય ભક્ષણ કરનારાને સંગ ત્યાગ કરજે જેમ કે ઘડે કુવામાં પડે છે. પણ રાંઢવાનું અવલંબન જે હોય તે તે પણ બહાર નીકળવાને સમર્થ થાય છે. તેમ તું પણ પતન પામે છે. પણ આટલો નિયમ પાળીશ તે કઈ પણ સમયે તું તારા આત્માને ઉદ્ધાર કરવા શક્તિમાન થઈશ.
ગુરૂની તે આજ્ઞાને સ્વીકાર કરી અષાઢાભૂતિ છે. હું ભગવાન ! આજીવન પર્યંત તે નિયમને ધારણ કરીશ. તેવા નમ્રતાયુક્ત શ્રદ્ધાવંત વંદનપૂર્વક વિકારેલા વચનથી ગુરૂને ખાત્રી થઈ કે આ નિયમ અવશ્ય આને ઉદ્ધાર કરશે જ. ત્યારપછી ચારિત્રના ઉપકરણને ત્યાગ કરી પૂજ્ય ગુરૂને સોંપીને ગુરુને નમસ્કાર કરીને અતરમાં ચારિત્ર ઉપર પ્રેમવંત રહ્યો છતાં નટના ઘરે આવીને તે સર્વ કેને તેણે જણાવ્યું કે “તમારે જે મારે ખપ હોય તે મારી આજ્ઞા એ છે કે તમારા ઘરમાં જે માણસે હોય તેઓએ મઘ, માંસ વિગેરે અભયે ન ખાવાં. ન ભોગવવાં તે વસ્તુને સ્પર્શ પણ ન કરે. તેવું તમે સર્વ લેકે શુદ્ધ મનથી નિયમ કરો તે હું તમારે ત્યાં વાસ કરૂં તે સર્વ લેટેએ એ નિયમ સ્વિકાર કર્યો અને પછી અષાઢાભૂતિએ જણાવ્યું કે જ્યારે તમારામાંથી કોઈ પણ આ અભક્ષ્યને ખાશે ત્યારે હું આ ઘરને ત્યાગ કરીને ચાલ્યા જઈશ, નટ તથા તેની અને પુત્રીઓએ તે
For Private And Personal Use Only