________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
અમને આપના ચરણની દાસીઓ બનાવે. તમે આ ભીખ માગી ખાવાની, ગામેગામ રખડવાની, શીત, તાપ, ભૂખ, તરસ અને વેદના ભરેલા જીવનને ત્યાગ કરો. અને અહિં આ આપના ભુવનમાં વાસ કરો અને નવાનવા સ્વાદુ ભેજન મેદકાદિને આરેગે, જે ડાહ્યા હોય તે પ્રત્યક્ષ સુખને મૂકીને પરલેકના અદશ્ય સુખ માટે તપ જપ કરી મૂર્ખ નથી બનતા.
આમ વાત કરીને તેને ત્યાં રહેવાનું નક્કી કરાવ્યું. ત્યારે મુનિએ જણાવ્યું કે મારે મારા પૂજ્ય ગુરુ ધર્માચાર્યની રજા લેવી જોઈએ. તેમની રજા મેળવીને અહિંયા આવીશ. ત્યારે બે જણ ઓએ જણાવ્યું કે “હવે આપને એક ક્ષણ વિરહ સહવા સમર્થ નથી, આ જે કહીએ છીએ તે સત્યજ છે. આપ આપને અમને સત્ય નિશ્ચય જણાવે કે જેથી અમે તેના આધારે ઘડી બે ઘડી મુહુર્ત આદિ કાળ ધીરજ રાખી શકીએ.”
આવા તેણઓના વચનમાં વિશ્વાસ કરીને મનથી ચારિત્રભ્રષ્ટ થએલા અષાઢાભૂતિએ વચનથી આવવાને સ્વિકાર કરીને પિતાના ગુરૂ ધર્માચાર્યની પાસે આવીને વિનંતિપૂર્વક કહેવા લાગ્યા. “હે પૂજ્ય આપે મને અજ્ઞાન બાલ અવસ્થામાં દીક્ષા આપીને શિષ્યપણે ગ્રહણ કરીને અનેક ધર્માચરણ વિદ્યા ભણાવી. પણ આજ સુધી પાંચ ઈન્દ્રિના વિષય ભેગના સુખ મેં નજરે નહાતા જોયા. પણ હાલમાં નટ કન્યાઓ કે જે દેવકન્યા સમાન સુંદર રૂપ લાવણ્યવાબીને સંસર્ગ થયે તેઓને જોઈ તેઓને મારા પ્રત્યે અનન્ય પ્રેમ જણાવાથી મેં તેમને
For Private And Personal Use Only