________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૪૩
ભરતેશ્વર ચક્રવતિ અનેક પુગલ ભેગમાં રહીને કાળ નિર્ગમન કરતા હતા. એક સમયે પ્રભાતમાં સ્નાન કરીને પોતાના શરીરના પ્રતિબિંબને આરિસાભુવનના આદર્શમાં જેવા લાગ્યા. તેવામાં એક આંગળીમાંથી રત્ન મુદ્રિકા પડી ગઈ અને તે આંગળીને શભા રહિત થતી જોઈને સર્વ આભૂષણને ત્યાગ કરતાં નિર્વેદ અસારતા જણાતાં વિચારવા લાગ્યા હા હા ! ખેદની વાત છે કે આ શરીર વિભૂષણેથી જ શોભતું હતું. તે વિના માટીના પુત્તળ જેવું જ લાગે છે. આવા શરીર માટે મેહ મમતા કરી તેને વળગી રહેવું ઉચિત નથી.
આ દેહ તે વિષ્ટા મલમૂત્રથી ભરેલો છે. આમાં મેહ મમતા કરવી બેટી. માટે તેને ત્યાગ કરીને વિષય ભેગથી વિરામવિરતિ પામીને ચારિત્ર તપ સંયમ તરફ વળું આમ ચિંતવીક્ષાયિકાદિકભાવની શ્રેણિએ શુકલધ્યાને ચઢતા મોહનીય કર્મને આત્મગ રૂપ વજથી નાશ કરીને ભારત રાજાએ કેવળજ્ઞાન દર્શન રૂપ સૂર્ય ચંદ્રને પ્રગટ કર્યો. તે જ વખતે શક્રેન્ડે ત્યાં આવી રાજાઓને જેમ રત્નાદિકની ભેટ કરાય તેમ ભરતમહર્ષિને રજોહરણ મુહપત્તિ રૂપ રત્ન ભેટ ધરી નમસ્કાર કર્યો. રાજ્ય ઉપર ઈન્દ્ર તેમના પુત્ર આદિત્યયશાને સ્થાપન કર્યો અને ભારતમહર્ષિએ ભવ્યત્માઓને ધર્મને ઉપદેશ કરીને મુક્તિ માર્ગ પ્રવર્તા.
આ રીતે આત્મગનું મહાન સામર્થ્ય છે તેમ જાણવું જરા
For Private And Personal Use Only