________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત એથી કીડાઓથી ખદબદતા એ શરીર સિવાય કશું દેખાતું નથી. તે કેવી રીતે તત્ત્વદષ્ટિવંતને સુંદર ભેગ્ય લાગે ? ન જ લાગે. તેથી તત્વદષ્ટિથી જે આત્મ સ્વરૂપનો વિચાર કરાય તે આત્મ સ્વરૂપની સુંદરતા-જ્ઞાન, દર્શન, ચારિત્ર વીર્ય રૂપ ગુણની સુંદરતા-જોતાં આત્મ ધર્મની સ્મૃતિ જેવાય અને તેથી સ્વયં પિતે આત્મા પિતાની સાચી ઓળખાણ પામે
જેમ અજ કુલ ગત કેશરિ લહેરે નિજ પદ સિહ નિહાલ
તેમ પ્રભુ ભક્ત ભવિ લહેરે, આત્મ શકિત સંભાળ હે જનજીએ ૧૧.
શુદ્ધ ધર્મને જ્યારે આત્મા પ્રાપ્ત કરે છે ત્યાર પછી અન્યમાં લેપતે નથી. . शुद्धधर्मप्रबोधेन सत्यं स्पष्टं प्रभासते, तटस्थः सर्वभाषेषु, बाह्येषु न हि लिप्तवान् ॥१२॥
અર્થ – જ્યારે આત્માને શુદ્ધ ધર્મ પ્રગટ થાય છે, ત્યારે સર્વ વસ્તુઓનું સત્ય સ્વરૂપ પ્રગટ-પ્રત્યક્ષ દેખાય છે. અને આત્મા સર્વ પદાર્થોમાં તટસ્થ રહે છે. પણ બાહ્ય. વસ્તુમાં લપાતો નથી ૧૨
વિવેચન – જ્યારે પૂર્વે જણાવ્યા પ્રમાણે મેહંથી આને મુક્ત બને છે એટલે અજ્ઞાન મિથ્યાત્વ વાસના નષ્ટ થાય છે, ત્યારે જ્ઞાનાવરણીય કર્મનો સારી રીતે ક્ષયેષશમ થવાથી વિશેષ વિવેક શક્તિ ખીલવાથી આંતરિક સચ્ચિદાનંદ રૂપ આત્મ ધર્મને ક્ષયે પશમ ભાવે વિકાસ થાય છે તેથી જગતમાં જે જે પદાર્થો રહેલા છે તે પદાર્થોનું
For Private And Personal Use Only