________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
આત્મદર્શન ગીતા આત્માની શોધ કરનારાઓએ બહાર રખડવાની જરૂર નથી:
भात्मा ज्ञेय : सदा ध्येयः स्वर्द्ववद् वाच्छितप्रदः किमर्थ बाह्यभावेषु. भ्रमणं हि निरर्थकम् ॥१६७॥
અર્થ - આત્મા ય છે તેમજ સદા ધ્યાન કરવા યોગ્ય છે. જે આત્માનું સદા ધ્યાન કરે છે તેને કલ્પવૃક્ષની પેઠે સર્વ વાંછિત આપે છે. આત્માની શોધ માટે બાહ્ય ભાવોમાં ભ્રમણ કરવું નિરર્થક છે.
વિવેચન –આત્મા કે છે તેનું શું સ્વરૂપ છે. આ બધી વસ્તુ આત્મદષ્ટિથી વિચારવામાં આવે તે પોતાને આપોઆપ સમજાય છે. જગતમાં કેટલાક પદાર્થો કેવળ જાણવા ગ્ય હોય છે. કેટલાક ગ્રહણ કરવા ચાગ્ય હોય છે અને કેટલાક ત્યાગ કરવા ગ્ય હોય છે. આમાં આત્મા
ય-જાણવા ગ્ય છે તેમ જ આ આત્માને ઉપર ઉપરથી વિચાર કરવાથી તેનું તેના ખરા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પરંતુ વારે ઘડીએ તેનું ધ્યાન કરવું જોઈએ. અને તેના ધ્યાનમાં તલ્લીન બનેલા આગળ દુનિયાના સવ* પદાર્થો તુચ્છ બને છે. કલ્પવૃક્ષ જેમ ઈચ્છિત આપનાર કહેવાય છે તેમ આત્માના ધ્યાનમાં લીન બનેલે સર્વ ઇચ્છિત વસ્તુને મેળવી શકે છે. આત્માની શોધ માટે નદીઓ, તીર્થો, ગુફાઓ, કે જુદા જુદા ક્રિયાકાંડોની જરૂર નથી. બાહા-દુન્યવી પદાર્થોમાં આત્મા જડવાને નથી. આત્માની ખોજ માટે તે સદા ચિંતન એ જ વાસ્તવિક માગે છે.
૨૨
For Private And Personal Use Only