________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિત વિવરણ સહિત
નિશ્ચય નયથી આત્મા શરીર આદિને કે તેવા કર્મોને કરવાના સ્વભાવવાલો નથી. લેકમાં જે પ્રપંચો દેખાય છે તેને પણ કરવામાં વસ્તુત: આત્મા સમર્થ નથી. તેમજ કર્મફલને તે આત્મા જોડતું નથી. પરંતુ અનાદિસ્વભાવથી વ્યવહારથી લોકમાં એ સ્થિતિ કર્મના સંબંધથી પ્રવર્તે છે, તો પણ અનાદિકાલના વ્યવહારથી અશુદ્ધ અધ્યવસાયના ગે મારાથી આત્માથી બધે પ્રપંચ કરાયો છે, તેવા પ્રપંચ ચંગે આત્માની. આંતર દષ્ટિને વિલય થયે હેવાથી બાહ્ય દષ્ટિથી અનાદિ. સંસાર પ્રવૃત્તિમાં જન્મ મરણ વ્યાધિ રેગ શેકમાં ઘેરાયેલું રહેલું છે, પણ બીજી રીતે બાહ્યદષ્ટિને નાશ કરીને જ્યારે અંતર દષ્ટિમાં આવશે ત્યારે બધા પ્રપંચનો વિનાશ કરવા. શક્તિમાન થશે જ, તે માટે જણાવ્યું છે કે
ज्ञानेन तु तदज्ञानं येषां नाशिनमात्मनः । तेषामादित्यवज्ञानं प्रकाशयति तत्परम् ॥ જે આત્માઓનું જે જે વસ્તુનું અજ્ઞાન છે તે તે વસ્તુના સાચા. જ્ઞાનવડે નાશ પામે છે. જેમકે આખા જગતનું અંધારૂં સૂર્યને ઉદય થતાં નાશ પામે છે. તેમ આત્માનું અજ્ઞાનપણું સમ્યગ જ્ઞાનરૂપ સૂર્યથી નાશ પામે છે. તે અંતરાત્મ જ્ઞાનરૂપ દષ્ટિ પ્રગટ થતાં બાહ્માત્મ દષ્ટિમય અજ્ઞાન નાશ પામશે. | ૧૦ | અજ્ઞાનતાથી જે જે કાર્યો આજ સુધી થયાં, તેના ફલ કેવાં મલ્યાં તે જણાવે છે –
बाह्यदृष्टया कृतं ययत्, तत्तन्मे न सुखावहम् । बाघदृष्टावहं नास्मि शुद्धधर्मस्मृतो स्वयम् ॥११॥
For Private And Personal Use Only