________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
છે. તેવી રીતે ગુણશ્રેણિમાં ચઢતા આત્મશુદ્ધતા વધતા પરમગુની પ્રાપ્તિ થાય છે. કર્મમલ વિનાશ પામે છે. આત્મ શુકલ યાનથી સર્વ મેહદલને ક્ષય કરીને યથાખ્યાત ચારિત્રને પામીને જ્ઞાનદર્શનના આવરણને ક્ષય કરીને આત્મા અપૂર્વ વહેંલાસથી કેવલ જ્ઞાનદર્શન અને સર્વ લબ્ધિ સંપન્ન થાય છે. સ્વ સ્વરૂપ પરસ્વરૂપના પૂર્ણ જ્ઞાતા થાય છે. જે ૧૪૦ છે
शुद्धव्यवहार मालम्ब्य,शुद्धात्मा भवति स्फुटम् । सर्वज्ञ सर्वदृष्टा च. सर्व जानाति पश्यति ॥१४१ ॥
અથર–શુદ્ધ વ્યવહારના આલંબનથી આમ સ્વરૂપ પ્રગટ ભાવે શુદ્ધ થાય છે. અને સર્વજ્ઞ સર્વદશી થઈને સર્વ જગતના પદાર્થોને જાણનાર અને દેખનારા થાય છે. ૧૪૧
વિવેચન –શુદ્ધ વ્યવહાર એટલે સર્વ દ્રવ્યથી કરાતી બાહ્ય ક્રિયાઓ પ્રભુપૂજા સાધર્મિક ભક્તિ દેવગુરુની સ્તવના પૂજા ભક્તિ મહોત્સવ દેશવિરતિ ચારિત્ર શ્રાવકના બારવ્રતની શુદ્ધિ સાધુની પાંચ મહાવ્રત પાલન સર્વ જીવરક્ષા સત્ય વકતૃત્વ અચૌર્ય બ્રહ્મચર્ય પરિગ્રહ ત્યાગ જ્ઞાનાદિ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ નવીન જ્ઞાનાભ્યાસ ઉત્તમ ભાવમય ધ્યાન શાસન પ્રભાવના સત્ય ધર્મને ઉપદેશ વિગેરે શુદ્ધ વ્યવહારથી મન વચન કાયાની શુદ્ધતા થતાં અપ્રમત્ત ચારિત્ર યેગી થાય છે. એટલે અન્ય ભવ્યાત્માઓને મેક્ષ ગમનમાં મહાન જહાજની પઠે કે આલંબન આપનારા બને છે. તેમજ - આત્મભાવે માન પૂજા ભક્તિથી ન લેપાય તે ગુણ શ્રેણીના
For Private And Personal Use Only