________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૮૯
પૂર્ણ શાંત ભાવે આત્મ રમતામાં વિચરતા હોવાથી તેઓથી કેઈ પણ જીવ નાના કે મોટે હાય શુદ્ર કે બ્રાહણ હોય શેઠ કે નેકર હેય રાજા કે રંક હોય પણ તે મહાત્માઓથી ભય પામતા નથી ઉદ્વેગને પામતા નથી. તેમજ તે લેકથી છથી મહાત્માઓ પણ ઉદ્વેગ કે ભય પામતા નથી કારણ કે અન્ય લોકની પ્રવૃત્તિમાં કે વિરૂદ્ધતામાં તેઓ દષ્ટિ રાખતા ન હોવાથી તેઓ તરફથી ભય કે ઉદ્વેગ પામવાનું રહેતું જ નથી કહ્યું છે કે,
परकीयप्रवृत्तौ ये मकांधधिरोपमा। स्वगुणार्जनसज्जास्ते परमांज्योतिराप्यते ।।
જે પર પુદ્ગલ અને પર મનુષ્યની જે જે પ્રવૃત્તિઓ થતી હોય તેમાં ઈન્દ્રિયની પ્રવૃત્તિ ન જોડતા હોવાથી કે બોલતા ન હોવાથી મુંગા આંધળા કે બહેરાની જેમ રહેતા હોય અને આત્મ સ્વરૂપની એક પ્રવૃત્તિમાં પાંચ ઈન્દ્રિયને વ્યાપાર સમજણ પૂર્વક કરતા હોય તે પરમ જ્યોતિ રૂપ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તેમને ઉગ કે હર્ષ અન્ય લેકની પ્રવૃત્તિથી થતું જ નથી તેથી તે મહાત્માઓ સર્વ જગતને પ્રિય થાય છે. કારણ કે સંસાર દુઃખથી ઉદ્વેગ પામેલાઓને મહાત્માઓની પાસે આવીને તેમના ઉપદેશથી કાંઈક રાહત શાંતિનો અનુભવ કરે છે ઉદ્વેગને દુર કરી શકે છે. તેથી સર્વને તેઓ અતિ પ્રિય જ થાય છે. ૧૩ણા
અંતરને ત્યાગ તે પણ તપ વરૂપ જ છે. તે જણાવે છે. ૧૯
For Private And Personal Use Only