________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
સંગ્રહ ન રૂપ સત્તાએ પૂર્ણ છે. તેમાંથી કાંઈક અંશે જ્ઞાનાદિ ગુણે ક્ષપશમ ભાવે વ્યકત થયેલા છે. તેના વેગે પોતાના સત્ય સ્વરૂપને જ્ઞાતા થયેલ છે. આત્માનું સત્ય પૂર્ણ જ્ઞાન નય અને ચાર પ્રમાણુની વિચારણાથી થાય છે. તે માટે આપણા પૂજ્ય પુરૂષોએ સાતનય સાત ભંગ છ નિક્ષેપા અને ચાર પ્રમાણ રૂપ જ્ઞાનનું વિવેચન શાઓમાં બહુજ વિસ્તારપૂર્વક જણાવ્યું છે. પણ તે સમજવા આપણી શક્તિ ન હોય તે પણ સંક્ષેપથી તે અવશ્ય જાણવું જોઈએ. આત્માનો વિચાર કરવા જે સાત નર્યો છે. તેના નામ (૧) નૈગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૪) ઋજુસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ (૭) અને એવંભૂત તેમાં નૈગમન સર્વ વસ્તુઓ બે ધમ વાળી છે. એક સામાન્ય ધર્મ અને બીજો વિશેષ ધર્મ. તેમાં સામાન્ય ધર્મથી સર્વ જી સમાન ઈશ્વર રૂપે છે. પણ વિશેષથી પરમ બ્રહ્મ અને બ્રહ્મ એમ જુદા ભેદા કરે છે, તેમાં પરમ બ્રહ્મ અને અપર બ્રામાં સર્વથા જુદાપણું માને છે. મહેપાધ્યાય શ્રી વિનયવિજયજી જણાવે છે કે.
नैगमो मन्यते वस्तु तदेतदुभयात्मकम् निर्विशेष तत् सामान्यं, विशेषोऽपि न तद्विना ॥१॥
નગમનયાભાસ કહે છે કે સર્વ પદાર્થો સામાન્ય અને વિશેષ ધર્મરૂપે નથી એક બીજાથી જુદા છે. જે સામાન્ય છે. તે વિશેષ રૂપે નથી થતું. વિશેષ છે તે સામાન્ય બનતે નથી તેથી જીવ ઈશ્વર નથી બનતે. ઈશ્વર જીવ નથી બનતે ત્યારે આપણે કહીએ છીએ કે સામાન્ય રૂપે જે ચેતના લક્ષણે.
For Private And Personal Use Only