________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૭૯
અર્થ –સામ્યભાવમાં સ્થિર થયેલ આત્મરૂપ હંસ દ્વેષ અને કાંક્ષા વિનાની હોય અને સંસાર અને મુક્તિમાં સમત્વને પ્રાપ્ત થયેલ આત્મા સિદ્ધ જ કહેવાય છે. ૧૩૪
વિવેચન –સમતામયભાવે–સ્વપરને ભેદ છેડીને જે વસ્તુ આત્માથી પર છે. તે ઉપર રાગદ્વેષ મારૂં તારું વિગેરે ભેદને ભૂલી જવું, અનુકુળ કે પ્રતિકુળ સંચામાં, સન્માન કે નિર્ભત્સનામાં સુખ કે દુઃખમાં આરોગ્ય કે રાગીપણામાં પણ સમત્વ રાખવું તે સામ્યવસ્થાવાળે આત્મા કહેવાય છે. સામાયિક વ્રત સાધુઓને પ્રથમ જ આપે છે. શ્રાવકોને પણ નિત્ય બે ઘડીનું સામાયિક કરવું તેમ ઉપદેશ્ય છે આત્માને સમતા ભાવમાં પ્રવેશ કરાવવા માટે ગીતામાં જણાવ્યું છે કે.
"विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि, शुनिचैव श्वपाके च पण्डिता समदर्शिन।
વિદ્યા વિનયથી યુક્ત સચારિત્રવંત પંડિતે ગાય, કુતરા ચાંડાલમાં પણ આત્મભાવની એક સમાનતાથી જોનારા હેય છે, તે મહાત્માઓ કેઈ ઉપર શત્રુ તથા મિત્ર ઉપર પણ વૈર પ્રીતિને પક્ષપાત નથી જ રાખતા. શાસ્ત્રોમાં જણાવે છે કે. वंदिज्जमाणा न समुल्लसन्ति, हेल्लिज्जमाणा न समुज्जलन्ति दन्तेन चित्ते न चलन्ति मुणी समुग्धा यय राग दासा ॥१॥
અથ–મહાત્મા મુનીવરે કઈ ભકતજન વંદન કરે તે તેથી ઉલાસ કે હર્ષ કરતા નથી. અને ઘણા નિંદા કરનારાઓ પ્રત્યે ક્રોધ નથી કરતા. પાંચ ઈન્દ્રિ અને કષાયનું
For Private And Personal Use Only