________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- -
- -
-
-
-
-
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત
અર્થ – સર્વ અંશથી કમ મુક્ત થતે આત્મા સર્વ મુક્ત કહેવાય છે, ત્યારે તે સચ્ચિદાનંદ સ્વરૂપ વડે સર્વ કાલિક-શાશ્વત સુખને ભેંકતા થાય છે. ૭
વિવેચન – જયારે આત્મા અપ્રમાદ ભાવથી શુદ્ધ ચારિત્રગમાં વીર્યના ઉલ્લાસથી અપૂર્વકરણ અને અનિવૃત્તિ કરણવડે ક્ષાયિક ભાવે ગુણણિમાં ચડવા માંડે છે ત્યારે ધર્મધ્યાનમાંથી પરમ શુદ્ધ શુકલધ્યાનમાં પ્રવેશ કરીને તે વડે મેહનીય કર્મના સર્વ પુગલને ખપાવતે અનંતાનુંબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલનાદિ સર્વ કષાયોના દલને ક્ષય કરતે કરતે અનુક્રમે બારમા ગુણસ્થાનકે આવીને મેહનીય કર્મમ સર્વ અંશોને નિમ્ન ક્ષય કરીને જ્ઞાનાવરણ દર્શનાવરણ અને અંતરાય કર્મને પણ ક્ષય કરીને કેવલજ્ઞાનદર્શનને પ્રગટ કરીને પરમાત્મા દશાને આત્મા પ્રાપ્ત કરે છે, ત્યારે પ્રાયઃ નવા ભવના કારણરૂપ કર્મને બાંધવાના બીજ ન હોવાથી જે સત્તામાં હોય તેને ક્ષય કરવાનો ઉદ્યમ સહજ ભાવે હોવાથી તે પરમાત્મા સર્વ મુક્ત કહેવાય છે. કારણ કે ત્યાં તેરમા ગુણસ્થાનકમાં સ્વરૂપથી સચ્ચિદાનંદ શાશ્વત્ જ્ઞાન દર્શન ચારિત્રમાં નિરંતર રમણતા વર્તે છે અને તે સદા સર્વકાલમાં ધ્રુવપણે રહે છે. તે માટે પૂજ્ય મહેપાધ્યાય શ્રીયશવિજ્યજી ગુરૂ જણાવે છે કે – चिदानन्दमयं शुद्धं, परापायनिरामयम् । अनंतमुखसंपन्न, सर्वसंगविवर्जितम् ॥१॥ - મુકતાવસ્થામાં આત્મા નિત્ય, જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ચિદાનંદમય, પૂર્ણ અને શુદ્ધ સ્વરૂપમાં અનંત અવ્યાબાધ
For Private And Personal Use Only