________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૧
આત્મદર્શને ગીતા तत्माप्त्यर्थमुपास्योऽयं, सर्वतीर्थप्रकाशकः आत्माऽन्तगुणस्थानः यत्र सर्व हि मीयते. ॥ १३०॥
અથ – તે આત્મસ્વરૂપની પ્રાપ્તિ જ્ઞપ્તિ માટે આ પરમાત્માના સ્વરૂપની ઉપાસના કરવી. કારણકે તે સર્વ તીર્થોના પ્રગટ કરનારા છે. આત્મા અનંત ગુણેનું સ્થાનક હેઈને સર્વ જગતના પદાર્થોનું પ્રમાણ જ્ઞાન કરનાર છે. તે ૧૩૦
વિવેચન --તે આત્મ સ્વરૂપના અનુભવ પ્રાપ્ત કરવા માટે તે સર્વ દેષ મુક્ત સર્વ આત્મગુણ વ્યક્ત કરવા વીતરાગ પરમાત્મા અરિહંત સિદ્ધ રૂપ પરમ બ્રહ્મની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. જે વસ્તુની આપણે જરૂર હોય તેની પ્રાપ્તિને અથે તેના પૂર્ણ કર્તાની પાસે જઈને માંગણી કરતાં મેળવી શકીએ છીએ. પણ વન વગડામાં પાણીની ઈચ્છાવાળા મૃગો મરૂ મરિચીની ઝાંઝવાના પાણીની ઉપાસના કરતા હવાથી સત્ય જલને લાભ નથી પામતા. તેમ આત્મ સ્વરૂપ જેઓનું મહામેહથી અવરાયું હોય તેવા શરીરને પશુ બળવાળા કેઈ ક્ષુદ્ર દેવની ઉપાસના કરવા લાગીએ તે તેમાં નાસીપાસ થવું પડે છે માટે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાના અથિઓએ પરમ બ્રહ્મ વીતરાગ દેવની જ ઉપાસના કરવી. જ્ઞાનસારમાં જણાવ્યું છે કે,
"निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुपाम् । विनिवृत्तपराशानां, मोक्षोऽत्रैव महात्मनाम् ॥१॥
સમ્યજ્ઞાન દર્શન ચારિત્રને પરમ પરમાર્થ જેમને પણ પ્રગટ થયે છે. તેવા પરમાત્મા વડે જેમાં શરીર ઈન્દ્રિય
For Private And Personal Use Only