________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૨૬૧
કાર્યમાં જોડાતે નહી હેવાથી મન વચન કાયાની પૂર્ણ પવિત્રતા હોવાથી પાપથી જરા પણ લેખાતે નથી. અને આચારાંગ આદિનું અધ્યયન કરતા પવિત્ર પરમ બ્રહ્મનું ધ્યાન કરતે તેની ભાવનામાં એકત્વ ભાવે નિષ્ઠાવાન થતે છતે સર્વ જ્ઞાનાવરણાદિ મહાદિક કર્મને ક્ષય કરીને અભેદભાવે પરમ બ્રહ્મમાં લીન થાય છે. પરમાત્મા દશાને રૂપાતીત ધ્યાનથી પામે છે. જે ૧૨૩ यजन्ति ज्ञानदीपेन, शुद्धरूपफलेन च; परात्ममङ्गलप्राप्त्यै, कुर्वन्ति भावमङ्गलम्. ॥१२४ ॥
અર્થ-જ્ઞાનરૂપી દીપક વડે જે પરમાત્માને પૂજે છે. તેમજ શુદ્ધ સ્વરૂપમય ફલવડે પૂજા કરે છે. તેમજ આરતિ મંગલ-દીપક વડે પરમાત્માનું જે યજન પૂજન કરે છે. તે આત્માને ભાવ મંગલની પ્રાપ્તિ માટે થાય છે. ૧૨૪
વિવેચન –જે ધ્યાન યોગી આત્મ દર્શનની અભિલાષી હેવાથી સમ્યગ જ્ઞાન વડે સ્વ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યને જ્ઞાનાનુભવ રૂપ દીપક પ્રગટાવીને સર્વ બાહ્ય અને અત્યંતર આશ્રાને દુર કરતે બાહ્યાભ્યતરથી પવિત્ર થઈને પ્રભુ પરમાત્માને અને અંતરાત્માને એકત્વ ભાવે નિરખતે પરમાત્મા સ્વરૂપમાં આત્મજ્ઞાન રૂપને સમર્પે છે. એટલે આત્મ અર્પણ રૂપે પૂજક કહેવાય છે અને આત્માના શુદ્ધ નિરાવર્ણ સ્વરૂપ જે પરમાનંદમય ફલ રૂપ આત્મ સ્વરૂપને અભેદભાવે પરમાત્માના ચરણમાં સમપે છે. વળી આત્માની પરા-શ્રેષ્ઠ દશાને પ્રાપ્ત કરવાને મંગલમય ઉદેશ રાખીને જે ભાવગુણ સ્તવના રૂપ પદસ્થ ધ્યાન રૂ૫ ભાવ
For Private And Personal Use Only