________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદન ગીતા
૨૫e
પણ સંશય શંકા કરવા જેવું નથી જ. શ્રી પરમપૂજ્ય યશવિજય વાચક ભગવાન કહે છે કે. परमानन्दसम्पन्न, निर्विकारनिरामयं, ध्यानहीना न पश्यन्ति निजदेहे व्यवस्थितम् ।
પરમાનંદની સંપદાવંત નિર્વિકારી નિરામય આત્મા પિતાના શરીરમાં સદા વિદ્યમાન હોવા છતાં પણ તેનું ધ્યાન નહિ કરનારા શ્રદ્ધા વિનાના નાસ્તિકોને તેના દર્શન થાય તેમ નથી જ પણ તે આત્મ સ્વરુપનું ધ્યાન કરનારા ગુરુની ઉપાસના તથા પરમાત્માની રુપસ્થ રુપાતીત ધ્યાનથી ભક્તિ કરનારાઓ તેને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરે છે જ જેવી રીતે नलिनं यथा नीरं, भिन्न तिष्ठति सर्वदा। अयमात्मा स्वभावेन देहे तिष्ठन्ति सर्वदा ॥
કમલ જેમ પાણીમાં રહે છે. છતાં પાણીથી નિર્લેપ છે. તેમ આત્મા પણ કમોગથી દેહમાં વસતે છતાં પણ દેહથી જુદા સ્વભાવથી રહે છે, આત્મામાં સર્વ ગુણે પર્યાથી યુક્ત અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીય અગુરુલઘુ આવ્યાબાધતા અનવગાહત્વ વિગેરે સિદ્ધ વરૂપ સત્તાથી રહેલા છે. તેમ આ દેહમાં જીવ સ્વરૂપની સત્તા વાગ્યતાથી જીનેશ્વર પણ થાય છે. जीवो वै शिवो जायते
જીવને જ નિજ સ્વરૂપની પ્રાપ્તિ થયે શિવ મડેશ્વર બ્રહ્મ પરમાત્મા બને છે. મેં ૧૨૨ છે
For Private And Personal Use Only