________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
નિશ્ચય કરવામાં મન કુંઠિત થઈ જાય છે, માત્ર તેના સ્વરૂપને શુદ્ધ બંધ અનુભવ જ્ઞાનથી જ જાણી શકાય છે. તેવું પરમાત્મા પરમ બ્રહાનું સ્વરૂપ છે. સત્તાથી આત્માનું તેવું સ્વરૂપ હોવાથી તે શુદ્ધાત્મ અનુભવથી ગ્રહણ કરાય તેમ છે. જે ૧૧૪ पञ्चाक्षेषु ममत्वं किं, तत्कृत्ये नैवमात्मता, कर्मपङ्कनिवृत्तत्वात्, प्रकाशे सर्ववस्तुनि. ॥११५॥
અર્થ–પાંચ ઈન્દ્રિયમાં તારે શા માટે મમત્વ છે! તેના કાર્યોમાં જરા પણ આત્મવ નથી જ માત્ર કમ પંકથી જે તેની ઉત્પત્તિ છે. તે સર્વ કેવલીએ તે વસ્તુઓને યથાર્થ પ્રકાશ કરે છે ૧૧૫
વિવેચન –પાંચ ઈન્દ્રિમાં અને શરીર મન તેમજ તેના સર્વ કાર્યોમાં હે આત્મા તારૂં સ્વરુપ નથી તે પછી તારે મારાપણું શા માટે કરવું જોઈએ? ઈન્દ્રિય મન અને શરીમમાં જરા પણ આત્મવ રાખવું યંગ્ય નથી ગીતામાં કહ્યું છે કે, 'वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णातिनरो, पराणि। तथा शरीराणि विहाय जीर्णान्य न्यानि संयाति नवानि देही ॥९॥
જેમ માણસે જુના વસ્ત્રો જીર્ણ થઈને ફરી ગયેલાને ત્યાગ કરીને નવા પહેરે છે. તેમ આત્મા શુભાશુભ કર્મનું મૂલય આપીને ગ્રહણ કરાયેલા નવા શરીર ઈન્દ્રિય મન વિગેરેને ધારણ કરે છે. તેથી નવા નવા દરેક ભવમાં ગ્રહણ કરાતા શરીર ઈન્દ્રને અને પુણ્યથી મળેલા બીજા અનુકુળ સાધનમાં શા
For Private And Personal Use Only