________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
પરા ભાષા છે. તે તે પરમ જ્ઞાનીઓથી જ જ્ઞાત થાય છે. તે આત્માના આધ્યાત્મિક અધ્યવસાય રૂપ હોવાથી અન્ય પ્રાણીઓને ગોચર થાય તેમ નથી. તે લોપીમાં ઉતરે તેવી પણ નથી. પશ્યતિ ભાષા મન પર્યવ જ્ઞાનીઓ જાણી શકે છે કારણકે તે મને વર્ગને ઓળખે છે. મધ્યમાં ભાષા શ્રત જ્ઞાનીઓ તે તે ભાષાને બોલતા સમજી શકે છે કેમકે તેઓને ચેષ્ટાનું અનુભવિત જ્ઞાન હોય છે. વૈખરી ભાષાના દેશદેશ પ્રમાણે અનેક ભેદે લેવાય છે. અરૂપી એવા આત્મ સ્વરૂપને પરા ભાષાના જ્ઞાતા કેવલીઓ જાણે છે પણ વૈખરી ભાષાવડે તે સ્વરૂપને જણાવવા માટે વચન ઉચ્ચારવંત બની શકતા નથી તેથી પૂજે જણાવે છે કે ભાષાથી આત્મ સ્વરૂપ કાંઈક જુદા પ્રકારનું વિચિત્ર છે તેથી ભાષાથી આત્મસ્વરૂપ વાચકહેવાય તેમ નથી.આમહેવા છતાં પણ આપણને તે અનિવાર્ય આત્મસ્વરૂપને આગળ કરીને ઘટ હંસ આત્મા જીવ સત્વ પ્રાણી ભૂત વિગેરે
જ્યાં જ્યાં જે વ્યવહારથી બંધ થાય તે અપેક્ષાએ લક્ષ્યમાં રાખીને અવાચ્ય આત્મા અને તેના સ્વરૂપને બતાવવા પ્રયત્ન કરાય છે. પણ વસ્તુ સ્વરૂપે હું અને મારૂ સહજ સ્વભાવમય શુદ્ધ સ્વરૂપના પર્યાયાને ભાષામય શબ્દ બ્રાશાસ્ત્રો કહેવાને સમર્થ કેવીરીતે બને !નજ બને. તેમાટે સર્વશી સમુદ્ર પારં, ગત ન્યાય વિશારદ પૂજ્ય યશવિજયજી ભગવંત જણાવે છે કે, अधिगत्याखिल शब्द ब्रह्म शास्त्रशा मुनि:, स्वसंवोपरं ब्रह्माज्नु भवेनाधिगच्छति
મુનિવર સર્વ શાસ્ત્રરૂપ શબ્દ બ્રહ્મને અભ્યાસ કરી પારંગત થાય સર્વ દર્શન શાસ્ત્રોના જ્ઞાતા થાય તો પણ
For Private And Personal Use Only