________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
આ. ઋદ્ધિસાગરકૃિત વિવેચન સહિત અરે મહાનુભાવ! હું મારા સ્વરૂપમાં સુખ પૂર્વક વસું છું. અને જે તમે જણાવે છે કે તમારી મિહિલા બળે છે કે બળી રહી છે. પણ મારાથી તે જુદી છે. બળતી મિથિલામાં મારું કાંઈ પણ નથી. મારું સર્વ જ્ઞાનદર્શન ચારિત્ર વીર્ય ઉપગમય ચેતન્ય મારી પાસે સદાય છે, જે બળે છે તે સર્વેમાં મારું કાંઈ પણ બળતું જ ન હવાથી. મારું કાંઈ પણ બળતું જ નથી. ૧
આત્માએ અજ્ઞાનતાથી અત્યાર સુધી પિતાનું માન્યું હતું તે સર્વ સમ્યગ જ્ઞાન થતાં સમજાયું છે કે આત્માથી અન્ય પુત્ર કલત્ર ભાઈ બેન ધન દોલત રાજય સત્તા સર્વને ત્યાગ કરીને તે ઉપરનો મોહ મમતા છેડનાર મુમુક્ષુને તે વરતુ પ્રિય કે અપ્રિય નથી જ. પેતાની પણ નથી જ. આમ જે મારા આત્મા સ્વરૂપે નથી મારા ગુણ પર્યાયરૂપ નથી. તે સર્વ મારાથી ભિન્ન જ છે. બાહ્ય ભાવમય પદાર્થો ગમે તેવા હોય મને અનુકુળ પ્રતિકુળ થતા હોય તો પણ આત્મ વરૂપમાં રમણતા કરનાર એવા મને તેના સંયોગોમાં કે વિયોગમાં કેવી રીતે શેક કે હર્ષ કરે સંભવે? નજ સંભવે શાસ્ત્રોમાં કહ્યું છે કે,
एकोऽहं न मे कश्चित्. स्व परो वाऽपि विद्यते,॥ यदेको जायते जन्तुम्रियते चैक एव हि ॥१॥
વસ્તુ સ્વરૂપે હું પાંચ ઈન્દ્રિય મન અને શરીર વિગેરે દશ પ્રાણથી પર છું તે કોના સહકારથી ઉદ્ભવ્યા છે તેનું ઉપદાન કારણ કમજ છે. તેથી તે પણ મારા નથી. તેમજ બાહ્યથી
For Private And Personal Use Only