________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. દ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
જ્ઞાનની યથાર્થ ઉપાસના કરતાં હું અને મારું શું પર એટલે પારકું શું તેને આંતરભાવે ગુરુની કૃપાથી યથાર્થ સ્વરુપે બંધ થશે ત્યારે એ નિશ્ચય કર્યો કે आत्माऽज्ञानभवं दुःखमात्मज्ञानेन हन्यते, तपसाप्यात्म विज्ञानहीनोच्छेत्तुं न शक्यते ॥३॥
આમાનું સત્યજ્ઞાન ન થવું તેજ પરમ દુઃખ છે, કારણ કે અભવ્યને માંખીની પાંખને દુઃખ ન થાય તેવું બાહ્ય ચારિત્ર અને નવપૂર્વનું પણ અક્ષરમય જ્ઞાન હેવા છતાં સુદેવ, સુગુરુ, સુધર્મ આત્મા આદિ જીવાજીવ પદાર્થોને પારમાર્થિક બાધ શ્રદ્ધાના અભાવે પ્રાપ્ત ન કરતે હાવાથી તેઓને સંસારને અંત અને પરમ સુખનું સ્થાન પ્રાપ્ત થતું જ નથી. તેથી તેઓ દુઃખથી મુક્ત કદાપિ પણ થવાના નથી. પણ મને પદયથી સર્વ સામગ્રીને લાભ મળ્યે છે. તેથી સદૂગુરુની ઉપાસના કરતાં જ્ઞાનાવરણ કર્મને તથા મેહનીય દર્શનાવરણ કર્મને પણ કેટલાક અંશે ક્ષય થયે છે અને કેટલાક અશે ક્ષયોપશમ થયે છે, તેથી સદુગુરુની પૂર્ણ કૃપા વડે મારા આત્મવરૂપને યથાર્થ સત્ય અનુભવ થયો છે. તેથી હું મને પૂર્વકાળે કૃત પુણ્યાનુબંધિ પુણ્ય સમજું છું. આ મડાન લાભ મને મળ્યે તેથી મારા આત્માને હું ધન્યવાદ આપું છું. શ્રીમાન દેવચંદ્ર વાચક જણાવે છે કે, પ્રભુ પણે પ્રભુ એાળખીરે અમલ વિમલ ગુણ ગેહ
જિનવર પૂજu
For Private And Personal Use Only