________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
આ. હિસાગરસૂરિકૃત વિવેચન સહિત તુચ્છ માને છે. પરમ પૂજ્ય આનંદઘન ગીરાજ જણાવે છે કે,
સુજ મન પ્રભુપદ પંકજે રે, લીનો ગુણ મકરંદ રંક ગણે મંદિરધરા રે, ઇન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર
વિમલજીન દીઠાં લોયણ આજ
મારાં સિધ્યાં વાંછિત કાજ વળી જ્ઞાનસારમાં પૂજ્ય શ્રી જણાવે છે કે, यस्य ज्ञान सुधासिन्धौ. पर ब्रह्मणि मग्नता विषयान्तरसञ्चारस्तस्य हलाहलोपमः ॥१॥
અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વિર્ય ઉપગ ગુણરૂપ અમૃતના સ્વયંભૂ સમુદ્ર સમાન પરમ બ્રહામય આત્મસ્વરૂપમાં એકાગ્રતા–મગ્નતા લીનતા પ્રાપ્ત થએલી હોય તેને ઈન્દ્રો ચક્રવર્તિઓના ભેગા કે રાજ્યના ભેગોની વાત ભયંકર હલાહલ વિષ જેવી લાગે છે. તેઓને રાજ્ય કે ઈન્દ્રવથી લાભ થાય ? જરાય નહિ. તે તરફ આત્મદશીને જરાય પ્રેમ કે રાગ ન જ હોય. તેને તે હું શુદ્ધાત્મ સ્વરૂપનો નિરંજન નિરાકાર આત્મા સ્વસત્તાથી છું. હું પુરૂષ, સ્ત્રી કે નપુંસક નથી, તેમજ હું બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય કે શુદ્ર પણ નથી. તેમ બાલ વૃદ્ધ ગ્લાન કે યુવાન પણ હું નથી. તેમજ કર્મના ચિગે દેહમાં વાસ કર્યા છતાં નિશ્ચયથી હું દેહી પણ નથી. જેમ કેઈ ધર્મશાળામાં સાંજે આવેલા મુસાફરે વસે છે. તે ધર્મશાળાના માલિક થઈ શક્તા નથી. તેમ આત્મા પણ ભવ ભ્રમણ કરતાં અનેક દેહે. શરીરમાં અનંત વખત વાસ કરીને આ મનુષ્ય ભવમાં વાસ કરનારે થયો છે. પણ તે
For Private And Personal Use Only