________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૭૭ વિવેચન –સમ્યમ્ જ્ઞાનને સમ્યગ રીતે ભણવું, ભણાવવું, જ્ઞાનના આધારરૂપ પુસ્તક, પાટી, પિથી, ઠવણ, કવલી વિગેરેને બહુમાનથી જેવુ. યથાકાલે ગ્ય આદર વિધિ પૂર્વક ગુણવંત ગુરૂના બહુમાન પૂર્વક અભ્યાસ કરે. અર્થ વિચારે તે જ્ઞાનાચાર.
દર્શન એટલે સુદેવ સુગુરૂ સુધર્મની ઉપર આસ્તિકયતા રાખવી, સાધુ સાધ્વીને વંદન પૂજન એગ્ય રીતે કરવું. વીતરાગ પરમાત્મા અને તેના પ્રતિબિંબમાં એકતા સમજવી એટલે સ્થાપનામાં સાધ્ય પરમાત્મ સ્વરૂપને પ્રગટ ભાવ માનવે તે દશનાચાર.
પાંચ સમિતિ ત્રણ ગુપ્તિય ચારિત્રચાર. ગમનાગમન કરતાં કઈ પણ પ્રાણુની હિંસા ન થાય તે ઉપયોગ તે ઈરિયા સમિતિ. કેઈને પણ દુખ ન થાય અને સત્ય યથાર્થ હોય તેવી ભાષા બોલવી તે ભાષા સમિતિ. એષણા સમિતિ તે સર્વદેષ રહિત આહાર પાણી આદિની પૂર્ણ શુદ્ધતા દેખીને ગ્રહણ કરવું તે. આદાન નિક્ષેપ સમિતિ તે પિતાને ગ્રહણ કરવા કે સ્થાપન કરવામાં આવનારા સર્વ ઉપકરણે કઈ જીવને ઘાત ન થાય તેમજ આવશ્યક સમયે યથાર્થ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્ન પૂર્વક વસ્તુને ગ્રહણ કે સ્થાપન કરવી તે. ઉત્સર્ગ–ત્યાગ કરવા એગ્ય વસ્તુને સર્વ કે પરને દુખ ન થાય, કેઈ પણ જીવને ઘાત કે પીડા ન થાય તેવી રીતે તે ત્યાજય વસ્તુને ત્યાગ કરે તે ઉત્સર્ગ સમિતિ. આ પાંચ સમિતી મન વચન કાય ગુપ્તિ એ ૧૨
For Private And Personal Use Only