________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવરણ સહિત
- ૧૧ નરૂપ નિમિત્ત કારણ મળે તેમ તેમ આગળ વધતે સંજ્ઞિપંચે દ્રિયપણું પામીને યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અંતકરણ કરીને સમ્યદર્શનરૂપ આત્મદર્શન ત્રણમાંથી કઈક ભાવે પ્રાપ્ત કરે છે અને આત્માને ચૈતન્ય વિકાસ સાધે છે. તેને ક્ષાયિક ભાવે સાધનારા આત્માઓ પૂર્ણ આત્મ સ્વરૂપને અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્રવડે સાધીને કર્મમલન સંપૂર્ણ નાશ કરીને અત્યંત સ્થિર શાશ્વત સુખના અદ્વૈત સ્થાનરૂપ શિવ-કલ્યાણમય મોક્ષને પ્રાપ્ત કરે છે. ૩
આમ આત્મદર્શનને મુખ્ય જણાવીને હવે અંતર અને બાહ્ય દષ્ટિનું નિરૂપણ કરતાં જણાવે છે કે –
आत्मदृष्टिप्रभावेन, मोहदृष्टिविहन्यते ।। बाह्यष्टिभवभ्रान्ति, विनश्येदात्मदष्टितः ।। ४ ।।
અર્થ:--આત્મદર્શન રૂપ જે સમ્યગ દષ્ટિ તે આત્મદષ્ટિ. તેના પ્રભાવથી મહમય રાગાતમય દષ્ટિ અવશ્ય હણાય છે. જે મેહમય ને બાહ્ય દષ્ટિ જીવને છે તે ભવમાં ભમાડનારી-ભ્રમણ કરાવનારી છે તે, આત્મદષ્ટિથી અવશ્ય થોડા વખતમાં નાશ પામે છે. જો
વિવરણ –-આત્માનું દર્શન જેને થયું છે તે આત્મદષ્ટિઆ જીવ પૂજ્ય ગુરૂઓની ઉપાસના કરીને, ગુરૂઓના સટ્ટ ઉપદેશ પ્રમાણે ક્રિયા અનુષ્ઠાન કરીને, ગુરૂના ઉપદેશમાં શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય,
For Private And Personal Use Only