________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
આત્મદર્શનગીતા
આત્મા અર્ધપુલ પરાવતમાં મોક્ષ મેળવનારે થાય છે. તેમજ ક્ષપશમ ભાવે થયેલું આત્મદર્શન લગભગ છાસઠ સાગરેપમ સુધી રહી શકે છે. અને લગભગ સાત આઠ ભવમાં તે આત્માને મોક્ષમાં પહોંચાડવાનું તેનું આલંગ બની રહે છે. તે કારણે આત્મદર્શનરૂપ ભાવે અત્યન્ત શ્રેષ્ઠ છે અને તે જ આત્માનું સમ્યક્ત્વરૂપ સદર્શન કહેવાય છે. ૨
આમ કહીને પૂજ્ય ગુરૂદેવે આત્મદર્શનનું મહામ્ય સામર્થ્ય અને ફલ પણ વ્યક્ત કરીને સ્પષ્ટ નીચે પ્રમાણે દેખાડયું છે -
सहजानन्दस्वरूपस्य, चेतनस्य प्रयोधकम् । कृत्वा भव्याः शिवं यान्ति, स्थिरं शाश्वतमालयम् ।। ३॥
અર્થ-સહજાનંદસ્વરૂપવંત ચૈતન્યમય આત્માનું સારા પ્રકારનું શુદ્ધજ્ઞાન જે ભવ્યાત્માઓ કરે છે. તે આત્માએ અલ્પકાળમાં અત્યંત શાશ્વત સુખના મહાલય સમાન. અત્યંત એકાંત સ્થિર શિવપદને પ્રાપ્ત કરે છે. જે ૩
વિવરણ –નિશ્ચય વડે આત્મા–ચેતન સ્વભાવથી જ સહજ ભાવે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર–વીર્ય ઉપામયજ છે. પણ ખાણમાંથી બહાર કઢાતું સુવર્ણ માટીમાં એક રસરૂપ હોવાથી સેના તરીકે જણાતું નથી, તેમ આત્મા પણ અનાદિ (આદિના છેડા વિનાના) કર્મમલથી લેપાયેલો છે. તે અનાદિ નિગોદ રૂપ સાધારણ વનસ્પતિમાંથી કાલપરિણતિના વિપાકની પરિપક્વતાએ બહાર આવે છે. અને કમે કેમે તે શક્તિને જેમ જેમ અનુકુળ સાધ
For Private And Personal Use Only