________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગર સુરિત વિવરણ સહિત પરમાનંદનું ઉપાદાન કારણ હેવાથી પરમ શ્રેષ્ઠ છે. તેમજ પુદગલ ભેગની ઈચ્છા નષ્ટ થયેલ હોવાથી તેના અર્થ એ સાથે ઝઘડામાં આવવાનું પણ નથી બનતું. તેથી કોઈને તે આત્મદષ્ટિવાળો આત્મા પિતાનો દુશ્મન નથી કરતો, તેમ પિતે પણ કેઈને દુશમન નથી બનતે. આત્મદષ્ટિ આત્મા વસ્તુતઃ અતીતશત્રુ બનતે હેવાથી સર્વ પાપને ક્ષય કરનારે થાય છે. આવી દર્શનશક્તિ જેથી પ્રગટ થાય તે ભાવના નામથી ઓળખાય છે.
- ત્રણ પ્રકારના ભાવે શાસ્ત્રોમાં જણાવ્યા છે. (૧) ક્ષાયિકભાવ (૨) ઉપશમભાવ (૩) શોપશમ ભાવ. આ ત્રણ પ્રકારના અધ્યામિલ્ક ભાવે, આત્માને મોહનીય જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય રૂ૫ કર્મનો ક્ષય ઉપશમ ક્ષપશમ જેટલા અંશે થાય તેટલા અંશે આત્મ દશન સ્પષ્ટ કે અસ્પષ્ટ કરાવી
પ્રથમ ક્ષાયિક ભાવ મોહનીય કર્મની જે અઠાવીશ પ્રકૃતિઓ છે તેમાંથી પ્રથમ સાત પ્રકૃતિ-અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીય રૂપનો ક્ષય કરે તેને થાય છે. આ ક્ષાયિકભાવે જીવ આત્મદર્શન કરી શકે છે. અને તે ભાવ પ્રાપ્ત થયેલ જીવ ત્રીજા ભવે મોક્ષમાં જાય છે. તે ભાવ નિત્ય-કાયમ રહે છે. પ્રાપ્ત થયા પછી નષ્ટ થતું નથી. ઉપશમ ભાવે આત્મદર્શન થાય તે અલ્પકાળમાં નષ્ટ થાય છે. પણ તે
For Private And Personal Use Only