________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શનગીતા બેઈન્દ્રિ, તેઈન્દ્ર, ચઉરિદ્ધિ અને પંચેન્દ્રિયે જે પ્રાણીઓને હોય છે, તેમને તે અનકમે વિશેષ વિશેષ ભાવે ખીલેલ હોય છે. આ દર્શનશક્તિ ઈન્દ્રિયો વડે બાહ્ય પુગલ પદાર્થોને ગ્રહણ કરવાનું કામ કરી શકે છે. પણ જે અૌદ્ગલિક પદાર્થ છે તેને તથા તેના ગુણસ્વરૂપને ગ્રહણ કરવામાં ઈન્દ્રિા સમર્થ નીવડતી નથી. દેવ, નારક, તિય અને મનુષ્યને બાહ્ય દર્શન શક્તિ છે. તે વડે જગતના ઈષ્ટ ભેગો પુણ્યવડે પ્રાપ્ત કરીને ભેગવે છે. અને પાપને જે ઉદય હેય તે તે ઈદ્રિયે વડે બાહ્ય પદાર્થોને ગ્રહણ કરીને દુઃખનો ઉપભોગ કરે પડે છે. પણ ત્યાં કોઈને પણ આત્મ સ્વરૂપનું દર્શન ઈન્દ્રિયો અને મન વડે થઈ શકતું નથી. ત્યારે આત્મદર્શન કરવા માટે એવી કઈ અપૂર્વ શકિત છે? તે જાણવાની જિજ્ઞાસા, અભિલાષા જેને થાય તે ભવ્યાત્માએ જ હોય.
જેઓને આત્મદર્શન થાય તે અલ્પકાળમાં પરમાનંદ પદદાયક મુક્તિને લાભ પ્રાપ્ત કરી શકે છે, તેઓને આત્મદર્શન થયા પછી નારક કે પશુનિમાં અવતાર લેવાનું કારણ પ્રાયઃ નથી જ રહેતું. કારણ કે આત્મદર્શન કરનારને જગતના સર્વ પ્રાણીઓ ઉપર રાગ-દ્વેષ નથી રહેતું. સર્વત્ર સમભાવ પ્રગટે છે. પૂજ્ય દેવ ગુરૂ અને સાધર્મિક બંધુઓમાં વાત્સલ્ય પ્રગટે છે, પુદગલ ભેગમાં ઈચ્છાની નિવૃત્તિ થાય છે. તે જીવ ભૂશય્યા કરતે હેય કે ભેગોમાં પડેલો હોય તે પણ હર્ષ શેક નથી કરતે, વસ્તુ તત્વને નિશ્ચય થયો હોવાથી સમતા ભાવે આનંદમાં રહે છે, તેથી આત્માનું દર્શન
For Private And Personal Use Only