________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરકૃત વિવેચન સહિત
તે એક આત્મસ્વરૂપ સચ્ચિદાનંદમય શુદ્ધ પર્યાયને અનુભવે છે તેમને સંસારના આવાગમનને અભાવ જ છે. જે ૭૩ शुभाशुमं जगत् सर्व, ज्ञानादर्श प्रभासते। सिद्धलक्ष्मीपरेशाना, नैव गच्छन्ति कुत्रचित्, ॥७४ ।।
અથ–સિદ્ધ પરમાત્માઓ મોક્ષમય લક્ષમીના પરમ સ્વામી હોવાથી જગતમાં કયાંય ગમન કરતાજ નથી. પણ કેવલજ્ઞાન રૂપ આરિશામાં શુભાશુભ જગતને દેખી રહ્યા છે. ૭૪
વિવેચન –એહનીય કર્મને ક્ષય કરીને જ્ઞાનદર્શના વનો ક્ષય કરનારા અરિહંત સિદ્ધ પરમાત્માઓ કેવલજ્ઞાન દર્શનમય આરિસામાં સર્વ જગત કે જે શુભ કાર્ય કરીને પુણ્યવડે પુદ્ગલેના વિષયમય ભેગે દેવલોકમાં મનુષ્યમાં નરેન્દ્રત્વ, કે ચકિત્વપણે ભેગવીને સુખ માણે છે અને કેટલાક આત્માઓ અજ્ઞાન યુક્ત હિંસા અસત્ય ચેરી પરદારિકતા તથા નિરંતર લોક સાથે ઝગડા ટંટા કરતા અશુભ કમ રૂ૫ પાપને બંધ કરીને નરકગતિમાં તિર્યંચગતિમાં પશુ પક્ષી વા અત્યંત શુદ્ર કીટ ભ્રમર આદિ રૂપે અવતરી અકથ્ય દુઃખને તે ભોગવે છે તે સર્વ જીના શુભાશુભ અધ્યવસાયે તેના ભાવિ પરિણામરૂપ ફળને પણ કેવલ જ્ઞાન દર્શન રૂપ આરિસામાં નિરંતર દેખી જાણી રહ્યા છે. સિદ્ધત્વ રૂપ જે સહજ સ્વભાવ મય લક્ષમીના સ્વામિ એવા સિદ્ધ પરમાત્માઓ કદાપિ પોતાના સ્થાનને છોડીને જરા પણ આવા પાછા થતા નથી. કયાંય પણ ગમનાગમન નથી કરતા. ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ યેગશાસ્ત્રમાં જણાવે છે કે.
For Private And Personal Use Only