________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
આ. અદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત જે કર્મ શરીર ઈન્દ્રિય વ્યાપારને ત્યાગ કરીને મુક્તિ પામેલા છે તે ફરી સંસારમાં આવતા જ નથી. કારણ કે કર્મરૂપ બીજ નષ્ટ થએલું હોવાથી સંસારમાં ગમનાગમનને પરમાત્માને અભાવ જ છે.
તે વાતને પુષ્ટ કરતા પૂર્વપક્ષને પૂજ્ય ગુરૂદેવ જણાવે છે કે,
अनन्तशक्तिमत्वाच्च, प्रत्युपकृतिभावतः गतिः सर्वत्र सिद्धानां मन्यन्ते तन्न युक्तिमत् ॥७० ।।
અર્થ --અનંત શક્તિવંત હોવાથી, લોકે પ્રત્યે ઉપકાર કરવાની ભાવનાથી તથા સર્વત્ર ગતિ ગમન કરવાની શક્તિ હોવાથી સિધે સંસારમાં આવે છે. એવી જ કેટલાકે માન્યતા રાખે છે. તે યુકિત સંગત નથી જ. ૭૦
વિવેચન –પરમાત્મા સિદ્ધો અનંત શક્તિવંત છે. અને ઈચ્છા પ્રમાણે લોકને દષ્ટિગોચર કરે છે. ક્ષણમાં અદશ્ય થાય છે. અનેક ભકતનો દુઃખમાંથી ઉદ્ધાર કરીને સંપત્તિવંત બનાવે છે. રાક્ષસ જેવાનેવિ નાશ કરે છે. પિતાનું ભજન કરનારાઓને ઉદ્ધાર કરે છે અને વાયુની જેમ સર્વત્ર ગમન કરવાની શકિત હોવાથી સ્વર્ગ નરક મનુષ્ય લેકમાં પ્રતિબંધ વિના ગમનાગમન કરે છે. તેવા સિદ્ધો શરીર ધારણ કરીને સર્વ લોકોને ઉદ્ધાર કરે છે. તેઓ એમ કહે છે કે –
For Private And Personal Use Only