________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
આ. ઋદ્ધિસાગરસૂરિકત વિવેચન સહિત
એ દુઃખ ભોગવે છે. પણ જ્યારે પોતાના સ્વરૂપમાં રહેલી શક્તિનું તેને ભાન થાય ત્યારે જાગૃત થયેલ આત્મા પોતાના સ્વરૂપ સચ્ચિદાનંદ ભાવનું ધ્યાન કરતાં પિતાનું સારી પેઠે ઉત્થાન પ્રગટ કરી શકે છે. પૂજ્ય ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વર જણાવે છે કે ગદ્ધિ તમારી તેવીજ મારી, મુજથી કદિયે ન ન્યારી ચંદ્રપ્રભુ આદર્શ નિહાળી.શાશ્વત શક્તિ સંભાળી હે ચિદઘન ચંદ્રપ્રભુ પદ રાચું ૧ નિજ સ્વમતિ યસિંહ સંભાળી આજ વૃંદગત હરિ ચેત્યો. નિજ સ્વજાતિય સિદ્ધ સંભાળી જીવ
સ્વપદમાં વહેતે હું ચિઘન ચંદ્રપ્રભુપદ રાચું રા | હે ચંદ્રપ્રભુ પરમાત્મા જેવી તમારી આભદ્ધિ પ્રગટ થઈ છે. તેવી મારી પણ ગુપ્તભાવે શક્તિ રહેલી છે. મેં આજ સુધી અજ્ઞાન મેહથી તેને નહોતી એાળખી. પણ હે ભગવાન ! આપનું સચ્ચિદુઘન સ્વરૂપ જ્યારે મેં જોયું ત્યારે મારા આત્માનું સ્વરૂપ તમારા સમાન છે. તે તમારા દર્શન રૂપ આરીસાથી મેં મારૂ રૂપ સત્તામાં ગુપ્ત રહેલું જોયું અને મને સત્ય ભાન થયું.
જેમ કેઈ એક સિંહણ સિંહરૂપ બચ્ચાને જન્મ આપીને કેઈક કારણથી ચાલી ગઈ. ત્યાર પછી ત્યાં રહેલા બચ્ચાને બકરાના ટેળાના માલીક ભરવાડે ઉપાડયું અને પોતાના બકરાના ટેળામાં સાથે રાખીને બકરીના દુધથી ઉછેરીને તે જીવાડયું. મોટું થયું ને બકરા સાથે
For Private And Personal Use Only