________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત.
જે પરિણતિ તે સમ્યગ શાસ્ત્ર, ઉત્તરાધ્યયન આચારંગ વિગેરે છે. તે સભ્ય શાસ્ત્રોનું આલંબન કરવું. તેથી વિપરીત તે મિથ્યા શાસ્ત્ર તે ત્યાગ કરવા યોગ્ય છે. તેને ભાવ અલ્પ અક્ષરમાં પૂજય શ્રી જણાવે છે કે “” તે પરમાત્માને વ્યક્ત ભાવ છે મારો આત્મા અજ્ઞાન મેહ આદિ કર્મ પટલથી અવરાયેલ હોવાથી હું નવાનવા ભવમાં ભમું છું પણ અંતે તેજ પરમાત્માનું સ્વરૂપ છે. તેનું ધ્યાન કરતાં તેજ પરમાત્મસ્વરૂપને હું પ્રાપ્ત કરીશ. ૬૪ अन्तलक्ष्यं सदा देयं, चिदानन्दप्रकाशकम्, आत्मैव परमात्माऽहं. भावना मोक्षकारिका. ॥६५॥
અથ––આત્માના આંતરિક સ્વરૂપમાં સર્વદા લક્ષ્ય રાખીને સ્થિર થવું કે જેથી ચિદાનંદનો પ્રકાશ પ્રગટ થાય. આત્મા તેજ હુ પરમાત્મા છું તેવી જે ભાવના તે મેક્ષનું કારણ છે. ૬પા
વિવેચન—આપણે સર્વે જ સદા પાંચ ઇન્દ્રિયો અને મનવડે પુદગલના ભંગ મેળવવાનું લક્ષ્ય રાખીએ છીએ. તેમાં કદાચિત પદય વેગે સાધનની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. કેટલાક કાળ તેમાં જાય પણ છે. પણ નિત્ય સત્ય આનંદ ત્યાં મળતું નથી. નવાં જે દશ્ય નજરે પડે તે સર્વથા હાથ કરવા આપણે અનેક છલ પ્રપંચે કરીએ છીએ. કઈ ઝવેરાત માટે સગાબંધુઓના અને માબાપના પણ ખુને કરે છે, કઈ રાવણ જેવા રૂપવતી સીતા જેવી સ્ત્રીને
For Private And Personal Use Only