________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શનગીતા
જાણતા ન હોવાથી આત્મદર્શન માટે અગ્ય જ છે અને અંતરાત્મા બીજે ભેદ છે. તે તે સદગુરૂની ઉપાસના કરતે સર્વ તત્તાતત્ત્વનો જ્ઞાતા થઈને આત્મદર્શનને કાંઈક અંશે પ્રાપ્ત કરે છે. સંપૂર્ણ આત્મદર્શનને પરમાત્મા એટલે સર્વ આવરણોને દૂર કરીને કેવલજ્ઞાન-દર્શનને પ્રાપ્ત કરીને સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા સિદ્ધ ભગવંત કરી શકે છે. આવા પરમાત્માને નમસ્કાર ત્રિકરણ શુદ્ધિપૂર્વક કરતાં આત્મા મોક્ષમાર્ગ તરફ ગમન કરનારે થાય છે, તેથી તે પરમાત્મા મેક્ષ અર્થિ એવા ગિજને ગણધરાદિ સર્વ સાધુવંદેને એકાગ્ર ભાવે ધ્યાન કરવા યોગ્ય છે. તેમજ તે પરમાત્મા પ્રવાહની અપેક્ષાથી અનાદિકાલથી પવિત્રતા પામેલા સનાનત છે તેમને નમસ્કાર કરીને, ધર્મ, દેવ, ગુરૂને નમીને તે ત્રણને અવશ્ય નમસ્કાર કરીને સત્ય આત્મદર્શન જેથી પ્રાપ્ત થાય તે આત્મદર્શન ગીતાની રચના કરવા માટે હું પ્રવૃત્તિ કરું છું.
અહિં પરાત્માનં ' એ શબ્દથી પ્રકૃતિથી નિર્લેપ છે, તે પરમાત્મા ” વંદનીય છે. ગીને ધ્યેય છે. તે અત મતમાં પરમ બ્રહ્મ સ્વરૂપને ગ્રહણ કરાય છે, જે માયાને પ્રપંચથી મુકત છે, બૌદ્ધ મતે બુદ્ધ દેવનું ગ્રહણ થાય છે. કે જેથી જગતના સર્વે દશ્ય પદાર્થો ક્ષણિક દેખાય છે. નિયાયિક મતે જગત કર્તાને ગ્રહણ કરાય છે, જેમાં શુદ્ધ ચેતન્ય નિત્ય દેખાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ તે સર્વ મત પંથના આચાર્યોને સ્વીકૃત છે, તેથી તેની પ્રાપ્તિ
For Private And Personal Use Only