________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૨
તેમજ આત્મા એકાંતે ક્ષણિક નાશવંત જ હોય તે તુર્ત જન્મ પામેલાને સ્તનપાન સ્મૃતિ વિગેરે જ્ઞાનને સંભવ થાય છે તે ન હૈ જોઈએ. કેમકે ક્ષણિકને પૂર્વના પદાથે કરેલા કૃત્યોને લાભ ન મળવો જોઈએ. જે આત્મા જે પુણ્ય પાપ કરે તેના ફલ તે કરનારને જ ભોગવવા પડે છે. માટે આત્મા એકાંત ક્ષણિક પણ નથી જ. એથી કથંચિત નિત્યનિત્ય આત્માદિ સર્વ પદાર્થો છે. જે એમ લાગતું હોય કે પરસ્પર વિરોધ ધર્મ એક પદાર્થમાં કેવી રહી શકે તે કહ્યું છે કે
भागे सिंहो नरो भागे योऽर्थों भागद्वयात्मकः । तमर्थमविभागेन नरसिंहं प्रचक्षते ॥ ९ ॥
એક અંશમાં સિંહ બીજા અંશમાં મનુષ્ય એમ અભાગમય આત્મા નૃસિંહ રૂપ કહેવાય છે. તેમ આત્મા દ્રવ્ય ઉદ્ઘતા સામાન્યત્વ રૂપે એક હોવાથી નિત્ય છે. અને નવા નવા પરિણામ અને નવા નવા કાળગે પરિણામ રૂપ પર્યાની અપેક્ષાએ અનિત્ય પણ છે. તેથી પરમાત્મા ભગવાન મહાવીર દેવ દ્રવ્યાર્થિક નયથી નિત્ય અને પર્યાયાર્થિક નયથી આત્મા અનિત્ય છે તેમ જણાવે છે. આમ તે આત્મા સ્વાદુનિયા નિત્ય હોવાથી પૂર્વકાલિન અજ્ઞાનતાને છેડીને આત્મ સ્વરૂપને જ્ઞાતા અને સહજાનંદને જોતા થાય છે. ૪૮
- હવે જીવનું સ્વરૂપ જણાવ્યા પછી જેના ભેદને પૂજ્ય શ્રી ગુરુદેવ જણાવે છે. जीवाः संसारिणो मुक्ता, अनन्ता भाषिता जिनैः प्रतिशरीरं भिन्नास्ते, आत्मनः कृतकर्मतः ॥४९ ॥
For Private And Personal Use Only