________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
આ. અદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
દેવ વીતરાગમાં દેવ બુદ્ધિ “સદ્દગુરૂમાં ગુરૂ બુદ્ધિ ક્ષમાદ ધર્મમાં ધર્મબુદ્ધિ તે શુદ્ધ સમ્યકત્વ જાણવું, તે ત્રણ પ્રકારનું છે. તે પથમિક ક્ષાપશમિક અને ક્ષાયિક. તેમાં જે ઔપથમિક સમ્યકત્વ છે તે પરમ શુદ્ધ હોવા છતાં પણ રાખથી ઢાંકેલા અગ્નિ સમાન છે. મિથ્યાત્વમોહને ઉદય થતાં અનંતાનુબંધી કષાયની ચેકડી ઉદય આવતાં ઉપશમ સમ્યકુત્વનાશ પામે છે. અને ક્ષપશમ સમ્યકત્વને લાભ-મિથ્યાત્વ મેહનિય કર્મ પ્રકૃતિને દેશથી ઉદયમાં આવેલાને ક્ષય કરવાથી અને ઉદયમાં ન આવેલાને ઉપશમાવતે હેવાથી ક્ષપશમ સમ્યક્ત્વને જીવ પામે છે. એને વેદક પણ કહેવાય છે.
અનાદિ સંસારમાં પૂર્વે સમ્યકત્વ નહિ પામેલે આત્મા સાતે મેહનીય કર્મ પ્રકૃતિને ઉપશમાવીને ત્રણ પુંજ કર્યા ન હોય તે એક અંતર મુહુર્ત કાલ અત્યન્ત શુદ્ધ ઉપશમ સમ્યક્ત્વને લાભ મેળવે છે અને તે આત્મ સ્વરૂપને અનુભવે છે. પણ તે પછી પાછા ચાર ગતિમાં ભ્રમણકરનારે થાય છે.
ક્ષપશમ સમ્યક્ત્વ છાસઠ સાગરેપમકાલથી પણ અધિક કાલ સુધી જીવ અનુભવે છે. ક્ષાયિક સમ્યકૃત્વ અનંતાનુબંધિ અને ત્રણ દર્શન મેહનીય પ્રકૃતિના ક્ષયથી થાય છે. આ ત્રણ સમ્યક્ત્વ આત્મદર્શનની પ્રાપ્તિમાં ઉપાદાન કારણ થાય છે. કારણકે તે આત્માના આંતરિક પરિણામ સ્વરૂપ છે. તત્વાર્થભાષ્યમાં જણાવ્યું છે કે
For Private And Personal Use Only