________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
અર્થ-આશ્ચર્યની વાત છે કે ઉપશમ શ્રેણિએ ચડીને અગીયારમાં ગુણસ્થાનકે પહોંચ્યા છતા પણ અશુભ ભયંકર કર્મના ઉદયથી ચૌદ પૂર્વ જેવા શ્રતધર શ્રેણીથી પતન પામીને અનંત સંસારમાં ભમે છે.
હવે આદ્રકુમાર ભેગાવલી કમ ભેગવ્યા બાદ શુદ્ધ અપ્રમત્ત ભાવે ચારિત્ર અંગીકાર કરીને ઘરમાંથી ચાલી નીકળ્યા. પરમાત્મા વીર ભગવાનને વંદન કરવાની ભાવનાથી જે દિશામાં ભગવાન હતા તે દિશા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં તે આદ્રકુમાર મુનિને શાલક, બૌદ્ધ અને મિમાંસક મતવાદીઓ સાથે ખુબ ચર્ચા થઈ. તે સર્વને સ્વાદુવાદ ધર્મની યુક્તિ વડે તેમણે નિરૂત્તર ક્ય. પરમાત્માને વંદન કરી તેમની પાસે ચારિત્ર લીધું. ચારિત્ર લઈ તપ જપ ધ્યાન કરી સર્વ કર્મમલને ક્ષય કરી મુક્ત થયા.
આથી આત્મદર્શન પૂર્વના અનેક ભવના અભ્યાસથી અને કેઈ મહાત્મા સંતેને ગુરૂના ઉપદેશ વિના પણ આદ્રકુમારની પેઠે થાય છે. માટે આ ભવમાં કરેલા પ્રયત્ન કદાચિત્ સફળ થયેલે ન જણાય તે પણ તે પ્રયત્ન સતત રાખવે. જેથી આવતા ભવમાં આત્મ દર્શનની પ્રાપ્તિ આત્માને થાય ૪પા उपादाननिमित्ताभ्यां, कारणाभ्यां विचक्षणः आत्मदर्शनसंप्राप्त्यै, जिज्ञासुर्यतते ध्रुवम्. |૪૬ છે.
અર્થ –આત્મદર્શન પ્રાપ્ત કરવા ઉપાદાન અને નિમિત્ત કારણો વડે કરીને નિશ્ચય પૂર્વક જીજ્ઞાસુ પ્રયત્ન કરે છે. કદા
For Private And Personal Use Only