________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૦૫
કે અશુભ કર્મના ફલરૂપ સુખ કે દુઃખમાં પણ સમાન પરિણામ વડે જે આત્મા પરિણુત થયે છતે સારી આકાંક્ષાવાળે બ્રહ્મરૂપ આત્મ દર્શન પામે છે ૪૩
વિવેચન-આપણું અનિષ્ટ કરનારાને આપણે શત્રુદુશ્મન માનીએ છીએ. અને આપણું ભલું કરનારાને મિત્ર માનીએ છીએ. પણ તેવું થવાનું કારણું અદશ્ય કર્મ છે. તેને આપણે જાણી જોઈ શકતા નથી, વસ્તુતઃ જગતમાં સર્વ પ્રાણુ સહજભાવે સમાન ધર્મવાલા છે. તે વાતને મોહથી ભુલી જઈએ છીએ તેથી શત્રુ મિત્રની કલ્પના આપણને થાય છે, પણ તે ચગ્ય નથી જ. આપણે જેવા શુભ વા અશુભ કર્મ કર્યા હોય તેને કારણે તેઓ આપણું કાર્યમાં અનુકુળ કે આડા આવવાની પ્રવૃત્તિ કરે છે. માટે આપણે તે સર્વ આત્માઓ ઉપર શત્રુ કે મિત્ર ભાવને પક્ષપાત મૂકી દઈને સર્વેને આપણા મિત્ર સમાન ગણવા
आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुनः१
સર્વ માં શત્રુ મિત્રમાં અને સુખ દુઃખમાં અનુકુલ પ્રતિકુળ વસ્તુના સમાગમમાં સમાન ભાવે જે દૃષ્ટિ રાખે છે. તે પરમ શ્રેષ્ઠયોગી સમજ. આથી શુભાશુભ કર્મને ઉદય હાયે છતે સાતા અસાતા ભેગવાય તેમાં પણ સમભાવ રાખીને સહજ ભાવે આત્મસ્વરૂપમાં રમનારે પરમ બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આવા
For Private And Personal Use Only