________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદરાનગીતા અથચોગીઓને ધ્યાન કરવા ગ્ય અને સનાતન એવા પરમાત્માને નમસ્કાર કરીને ધર્મ દેવ અને ગુરૂને નમસ્કાર કરીને સત્ય આત્મદર્શનને હું કહું છું. ૧૩
વિવેચન --પ્રથમ મન વચન કાયાથી પરમાત્માને નમસ્કાર કરવારૂપ ભાવમંગલને ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે ? મંગલ કર્યા વિના પણ કીરણાવલી આદિ ગ્રંથના ગ્રંથકારે પોતાનું ગ્રંથ રચવાનું કાર્ય પૂર્ણ કરી શકેલ છે, અને બહુ મંગલ કર્યા છતાં પણ કાદંબરીકાર પિતાનું ગ્રંથ રચવાનું કાર્ય પૂર્ણ નથી કરી શકેલા. આથી મંગલ ગ્રંથ પૂર્ણ થવામાં ઉપાદાન કે નિમિત્ત કારણ નથી બનતું, માટે મંગલ આદિ કરીને ગ્રંથનું દલ વધારવું તે નિષ્ફળ છે. આ પ્રશ્નનો જવાબ આપતાં પૂજ્ય ગુરૂ મહારાજ જણાવે છે કે “રે ભાઈ સાંભળ! જ્યાં ગ્રંથકારને વધારે અંતરાય-વિદને આડા આવેલા હોય ત્યાં કરેલ મંગલાચરણેનું અલપબળ હોવાથી વિદનેને નાશ નથી કરી શકાતે અને કીરણાવવીકારે પૂર્વ જન્મમાં પુણ્યરૂપ પ્રબલ મંગલ સિદ્ધ કરેલું હોવાથી આ ભવમાં ગ્રંથ રચનામાં તે ભૂતકાલિન મંગલોએ આવતા વિદનેને નાશ કર્યો છે તેમ સમજવું. જેમકે લાંબા પ્રમાણમાં સાથે લીધેલું ભાતું ભારે જંગલની વચમાં ખૂટી જાય તે પ્રયાણ આગળ કેવી રીતે થાય ત્યાંજ ભૂખ અને પરિશ્રમના વેગે મરણ થઈ જાય. પણ ઇષ્ટ સ્થાનકેન પહોંચી શકે. તે જ પ્રમાણે ગ્રંથકાર પણ પુણ્યમય મંગલવડે આવતા વિદનોને હઠાવીને ગ્રંથને પૂર્ણ કરી શકે છે. તેથી ગ્રંથની આદિમાં ઈષ્ટદેવની પૂજા સ્તુતિરૂપ મંગલ આસ્તિક
For Private And Personal Use Only