________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
“રક્ષિાસ્મિ' હું બ્રહ્મ છું. વિગેરે પદવડે જાપ કરતા આત્મા પરમાત્મા બંને છે. તેવી ભાવના કલ્યાણ કરનારી આત્માને પરમાનંદને આહ્લાદ આપનારી થાય છે. જ્ઞાનસારમાં ભગવંત યશવિજય વાચકવર જણાવે છે કે – 'अनिच्छन् कर्म वैषम्यं ब्रह्मांशेन समं जगत् आत्माभेदेन य: पश्येत् सो मोक्षंगमी शमीः
દરેક જીવને જેવા કેવા કર્મ હોય તેવા તેવા અનુકુળ કે પ્રતિકુળ સ્વભાવના સંયોગ સુખ દુઃખ વિગેરેની વિચિત્રતા થાય છે. તેમજ સર્વને પરસ્પર કર્મના વેગે વિચિત્ર પ્રકારની બુદ્ધિ અને સુખ દુઃખની સામગ્રી પ્રાપ્ત થાય છે. તેને ગૌણ કરીને મુખ્ય આત્મસ્વરૂપ વા આઠ રૂચક પ્રદેશની પૂર્ણ નિર્મળતા વડે સર્વ આત્મા પ્રત્યેક વ્યકિતરૂપ અંશેના સમૂહરૂપ બ્રહ્મમય શુદ્ધ હોવાથી સર્વ આત્મા એક સમાન ધર્મને ધરનારા હોવાથી એક આત્મા અભેદભાવે જે સર્વને જુવે છે. તે સંયમી કષાયો અને વિષયેને સંયમમાં રાખનારો મુનિ મેક્ષને આનંદ અનુભવે છે. માટે આત્માને સાક્ષાત કાર કરવા માટે ઇચ્છનારા મહાનુભાએ અને મેક્ષની વાંચ્છા રાખનારા ભવ્યાત્માઓએ સર્વ આત્માઓને સત્તાથી પરમાત્મા સરખા ગણવાની ભાવના રાખવી. ૩
જે આત્મા આત્મ દર્શન ક્ષયોપશમ ભાવે કરે છે તે જ આત્મા અનુક્રમે મોક્ષને પામે છે. ज्ञानदर्शनचारित्र,-शर्मवीर्यादिसद्गुणाः आत्गदर्शनसंप्राप्याः वीर्योत्साहं भजस्व भोः _| ક |
For Private And Personal Use Only