________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં શ્રીં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીસગુલ્યો નમેન
આંતર જ્યોતિ
ભાગ ૪
ત્રણ મંગળ જેનાથી કલ્યાણ સધાય, દુઃખે અને સંકટ દૂર જાય તેમજ જેનાથી સત્ય સ્વાધિનતા પ્રાપ્ત થાય, તેને મંગળ કહેવાય છે. આવું હિતકારક અને શ્રેયસ્કર મંગળ ત્યારે જ સાધ્ય થાય કે જ્યારે મેહનીય કર્મથી જનમેલાં મમતા-અહંકારઈષ્ય વગેરે દોષને હેય તરીકે માનીને સમ્યગ દર્શન–જ્ઞાન અને ચારિત્રની રૂડી રીતે આરાધના કરવામાં આવે. આ ત્રણેયની આરાધના કરવાથી એશીયાળાપણું રહેતું નથી અને પરાધીનતાને નાશ થાય છે. માટે આત્મ કલ્યાણ કરવા માટે મોહ-મમતા-અહંકાર-ઈષ્ય વગેરેને ત્યાગ કરે જોઈએ
સુખની ચાવી આજે સૌને સાચા સુખ અને શાંતિ નથી મળતાં તેનું કારણ દરેકે સત્ય મંગળ નથી કર્યું તે છે. લેક બાહ્ય મંગળ કરે છે. ગેળ-દહીં અક્ષત વગેરેને દરેક મંગળ માને છે. પરંતુ બાહ્ય મંગળથી પાપ નાશ પામતા નથી. પાપ તે કલેશ કંકાસ-અદેખાઈ વગેરે દોષને ત્યાગ કરવાથી જ ખસે છે. અને મન-વચન અને કાયા જ્યારે શુદ્ધ થાય છે ત્યારે જ સત્ય સ્વાધિનતા પ્રાપ્ત થાય છે અને માનવીને સાચા સુખ અને શાંતિ મળે છે.
For Private And Personal Use Only